કોલકાત્તામાં પોસ્ટમેનને રોજ ૪થી ૫ હજાર પોસ્ટકાર્ડ મળી રહ્યા છે

0
23

ભાજપ-ટીએમસી ડિઝિટલ યુગમાં ટપાલ મુદ્દે આમને-સામને
કોલકાત્તા,તા.૭
જય શ્રી રામ’ ના નારાથી ભડકી ઉઠતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ભાજપે ‘જય શ્રી રામ’ લખેલા પોસ્ટકાર્ડ મોકલવાની જાહેરાત કરી હતી. તેની સામે ટીએમસીએ પણ ‘જય બાંગ્લા, જય હિંદ’ લખેલા પોસ્ટકાર્ડ લખવાનુ નક્કી કર્યુ હતુ.
જોકે આ બંને પક્ષોની લડાઈમાં મરો પોસ્ટ ઓફિસના કર્મચારીઓનો થાય તેમ લાગી રહ્યું છે. મમતા બેનરજીનુ નિવાસ્થાન સાઉથ કોલકાતામાં છે અને આ વિસ્તાર જેના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તે કાલીઘાટ પોસ્ટ ઓફિસના કર્મચારીઓનુ કામ વધી ગયુ છે.
પોસ્ટ ઓફિસમાં મમતા બેનરજીના નિવાસસ્થાનના સરનામા સાથે ‘જય શ્રી રામ’ લખેલા હજારો પોસ્ટ કાર્ડના ઢગલા ખડકાઈ રહ્યા છે. કાલીઘાટ પોસ્ટ ઓફિસે ખાસ મમતા બેનરજીના નિવાસ સ્થાન માટે એક પોસ્ટમેનની તૈનાતી કરેલી છે. રોજે રોજ લગભગ ૪૦૦૦ થી ૫૦૦૦ પોસ્ટ કાર્ડ પોસ્ટ ઓફિસને મળી રહ્યા છે.
જાકે હવે તૃણમુલ કોંગ્રેસ એટેલે કે ટીએમસીએ પણ પોતાના કાર્યકરોને આપેલી સૂચના બાદ ‘જય બાંગ્લા અને જય હિન્દ’ લખેલા પોસ્ટકાર્ડ પીએમ ને લખવાનુ શરૂ કરાયુ છે. રોજે રોજ ૮૦૦૦ પોસ્ટકાર્ડ પીએમને મોકલાઈ રહ્યા હોવાનો પાર્ટીનો દાવો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY