કોલકાત્તા,તા.૬
ભાજના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ વાયુસેનાના અભિયાન પર પ્રશ્નો ઉભા કરીને દેશના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે મમતા બેનરજી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભારતને નુકસાન પહોંચાડવા માટે પાકિસ્તાનની જરૂરત નથી કેમકે આના માટે મમના બેનરજી જ પૂરતા છે.
દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ બાલાકોટ હવાઇ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા અંગે શંકા વ્યક્ત કરી હતી અને પાકિસ્તાન પણ આવું જ કરી રહ્યું છે. અમે નથી ઇચ્છતા કે પાકિસ્તાન દેશના હિતોને નુકસાન પહોંચાડે પરંતુ તૃણમુલ કોંગ્રેસ આ કામ માટે સક્ષમ છે.
દિલીપ ઘોષે મમતા બેનરજી સિવાય રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષી તેનાઓ ભારત કરતા પાકિસ્તાનમાં વધારે લોકપ્રિય છે. દેશના લોકો ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં એ લોકોને જડબાતોડ જવાબ આપશે જે દેશની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





