મતદાન દરમિયાન ભાજપા ઉમેદવાર ભારતી ઘોષ સાથે મારપીટ અને ધક્કા મૂક્કી

0
22

કોલકાત્તા,તા.૧૨
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે રવિવારે સાત રાજ્યોમાં મતદાન શરુ થયું હતું, જે હેઠળ પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી અને ભાજપાના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. મતદાન દરમિયાન ભાજપાના ઉમેદવાર અને પૂર્વ IPS અધિકારી ભારતી ઘોશ સાથે કેશપુર મતદાન કેન્દ્ર ખાતે ધક્કામૂક્કી અને મારપીટ કરવાનો બનાવ સામે આવ્યો છે.
મતદાન દરમિયાન ભાજપા ઉમેદવાર ભારતી ઘોષની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતી સાથે મારપીટનો બનાવ ત્યારે બન્યો જ્યારે તેઓ પોલિંગ એજન્ટ સાથે મતદાન કેન્દ્રમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. જેના કારણે તૃણમૂલ કોંગ્રેસની મહિલા સમર્થકો દ્વારા ભારતી પર હુમલો કરાયો અને ધક્કા મૂક્કી કરી તેમને જમીન પર પાડી દેવાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY