લોકો મને દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે : મમતા બેનર્જી

0
8

કોલકાત્તા,તા.૧૨
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું છે કે લોકો તેમને દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. તેની સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે હાલના પીએમ એટલે કે નરેન્દ્ર મોદીને હરાવવા માટે કોઈ પણ બલિદાન માટે તૈયાર છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળના લોકો મને પ્રેમ કરે છે. તેઓ મને પીએમ તરીકે જાવા માંગે છે. દેશના આગામી પીએમ કોન હશે તેનો નિર્ણય ચૂંટણી પરિણામ આવ્યા બાદ થશે, પરંતુ હું નરેન્દ્ર મોદીને હરાવવા માટે કોઈ પણ બલિદાન માટે તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે, આ વખતે પશ્ચિમ બંગાળમાં બીજેપી અને ટીએમસીની વચ્ચે જોરદાર ટક્કર જાવા મળી રહી છે. બંને પાર્ટીઓ પોતપોતાની જીતના દાવા કરી રહી છે. પીએમ મોદી અને મમતા બેનર્જી સતત એક બીજા પર શાબ્દિક હુમલા કરી રહ્યા છે.
બીજેપીના અધ્યક્ષ અમિત શાહ અનેકવાર દાવો કરી ચુકવ્યા છે કે આ વખતે ત્યાં બીજેપીને ૨૦થી વધુ સીટો પર જીત મળશે. વર્ષ ૨૦૧૪માં પશ્ચિમ બંગાળમાં બીજેપીને બે સીટો પર જીત મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY