પ.બંગાળમાં મતદાન પૂર્વે હિંસા ભડકી : ભાજપ-ટીએમસી કાર્યકરની હત્યા,૧ની હાલત ગંભીર

0
12

કોલકાત્તા,તા.૧૨
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના છઠ્ઠા ચરણના મતદાન પહેલા પશ્ચિમ બંગાળથી હિંસાના ભડકી હતી. રવિવાર સવારે બીજેપીના બે કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં એકનું મોત થઈ ગયું અને બીજા ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. તો બીજી બાજુ ટીએમસી કાર્યકરની પણ હત્યા કરવામાં આવી છે.
ઝારગ્રામમાં બીજેપીના બૂથ પ્રેસિડન્ટની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બીજેપીના કાર્યકર્તા રમણ સિંહનું મોત હોસ્પિટલ લઈ જતાં પહેલા થઈ ગયું. બીજેપીનો આરોપ છે કે તેમની પર ટીઅમેસીના લોકોએ કુહાડીથી હુમલો કર્યો. જોકે કહેવામાં આવી રહ્યું છે કે તેમની શરીર પર ઈજાના કોઈ નિશાન નથી.
બીજેપીએ આ હિંસા માટે ટીએમસીને જવાબદારી ઠેરવી છે. બીજેપીના નેતા કૈલાશ વિજયવર્ગીયે આરોપ લગાવ્યો કે ટીએમસીના કાર્યકર્તા રમણ સિંહના ઘરમાં ઘૂસીને હત્યા કરી. જોકે, ટીએમસીએ આ આરોપોને ફગાવ્યા છે. બીજી તરફ, ગઈ કાલે મિદનાપુરમાં બીજેપીના એક કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY