કોલેજિયમ જસ્ટીસ જાસેફનું નામ ફરી કેન્દ્રને મોકલાવેઃ જસ્ટીસ ચેલમેશ્વર

0
90

ન્યુ દિલ્હી,
તા.૧૦/૫/૨૦૧૮

જસ્ટીસ ચેલામેશ્વરે સીજેઆઈને ચિઠ્ઠી લખી

ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ કેએમ જાસેફને સુપ્રીમ કોર્ટમાં લાવવા માટે જસ્ટીસ ચેલામેશ્વરે બીજી એક ચિઠ્ઠી ચીફ જસ્ટીસ દીપક મિશ્રાને લખી છે. કેન્દ્રે જસ્ટીસ જાસેફના નામને મંજૂરી આપી નહોતી.

ચિઠ્ઠીમાં જસ્ટીસ ચેલામેશ્વરે જસ્ટીસ જાસેફની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકની ભલામણ પર અમલની રાહમાં આવી રહેલા નિયમોનો ઉલ્લેખ કરનાર કાયદામંત્રી રવિશંકર પ્રસાદની ચિઠ્ઠીના તમામ પોઇન્ટનો જવાબ આપ્યો છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદની દલીલોને નકારતા ચીફ જસ્ટીસનું નામ લખેલા પત્રમાં તેમણે ફરીથી જાર આપ્યું છે કે કોલેજિયમ પોતાની ભલામણ પર કાયમ રહેતા ફરીથી જસ્ટીસ જાસેફનું નામ કેન્દ્ર સરકારને મોકલે.

આપને જણાવી દઇએ કે ૮મી મેના રોજ ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કેએમ જાસેફને પ્રોન્નત કરવાના અનુશંશા પર ફરીથી વિચાર માટે થનાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક થઇ નથી. બેઠક બુધવારે યોજાવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો હતો.

સુપ્રીમ કોર્ટના એક અધિકારીએ કહ્યું કે બેઠક બુધવારે થવાની સંભાવના હતી, પરંતુ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા પર નિર્ભર છે કે તેઓ કંઇ તારીખ નક્કી કરશે અને હાલ તેને લઇ કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કોલેજયમની બેઠક હવે કયારે થશે તેને લઇ કોઇ સત્તાવાર પુષ્ટ નથી. સ્વાભાવિક છે કે બેઠકનો એજન્ડા જસ્ટીસ જાસેફની સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન્સ થશે. બીજીબાજુ ચીફ જસ્ટીસની વિરૂદ્ધ એક તરફી બગાવત કરનાર જસ્ટીસ ચેલામેશ્વર બુધવારના રોજ રજા પર હતા.

આની પહેલાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ૨મેના રોજ ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ જસ્ટીસ કે.એમ.જાસેફ પર પોતાનો નિર્ણય ટાળી દીધો. સરકારે ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટના જસ્ટીસના પદ પર જસ્ટીસ જાસેફના નામ પર પુનર્વિચાર માટે કોલેજિયમને પરત આપી દીધું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY