કોલંબો,તા.૯
શ્રીલંકામાં એપ્રિલે થયેલા બોમ્બ બ્લાસ્ટના દોઢ મહિના બાદ ગુપ્તચર વિભાગના પ્રમુખ સિસિરા મેંડિસે શનિવારે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેનો આરોપ છે કે બોમ્બ બ્લાસ્ટના ૧૫ દિવસ પહેલા મળેલી ગુપ્ત જાણકારીની સૂચના અધિકારીઓએ તેમને આપી ન હતી. સિસિરાને અનેક જુમલાઓનો પણ સામનો કરવો પડી રહ્યો હતો. ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૧૧ ભારતીય સહિત ૨૫૮ લોકોના મોત થયા હતા.
મીડિયાના જણાવ્યા પ્રમાણે, પાર્લામેન્ટ સિલેક્ટ કમિટિ દરમિયાન સિસિરાએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ સુરક્ષા સંબંધિત બેઠક કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ નિવેદન આપી મેંડિસની ટીકા કરી હતી. શ્રીલંકાના રક્ષા સચિવ શાંતા કોટેગોડાએ સિસિરાના રાજીનામાની પુષ્ટી પણ કરી હતી. શાંતાએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલી ટીકીઓથી સિસિરા ઘણા દુઃખી થયા હતા અને તેમને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



