અરુણાચલમાં ભાજપનાં પૂર્વ મંત્રી, NPPનાં બે ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

0
11

અ.પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા વધીને ૫ થઇ
ઇટાનગર,તા.૧૮
અરુણાચલ પ્રદેશમાં નેશનલ પિપલ્સ પાર્ટી (NPP)નાં બે ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. લોકસભા ચૂંટણી પહેલા આ એક મહત્વનાં સમાચાર છે. આ બે ધારાસભ્યોમાં તપંગ તલોહ અને રાજેશ તછોનો સમાવેશ થાય છે. તેમણે એનપીપી છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીમાં તેમની શ્રદ્ધા વ્યક્ત કરી. આ સિવાય ભાજપનાં પૂર્વ મંત્રી અને કાર્યકરો કોમોલી મોસાંગ અને લિચિ લેગી પણ કોંગ્રેસમાં જોડાયા.
અરુણાચલ પ્રદેશ વિદાનસભામાં કોંગ્રેસનાં માત્ર ત્રણ ધારાસભ્યો છે. હવે આ બે નવા ધારાસભ્યો આવતા આ સંખ્યા પાંચ થઇ ગઇ છે. નેશનલ પિપલ્સ પાર્ટીનાં સાત ધારાસભ્યો હતો તે ઘટીને હવે પાંચ થઇ ગયા છે. અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં ૬૦ બેઠકો છે.
ભાજપનાં ૪૮ ધારાસભ્યો છે અને તેને બે અપક્ષ ધારાસભ્યોનો સપોર્ટ પણ છે. કોંગ્રેસનાં નેતા તકમ પારિયોએ જણાવ્યું કે નવા નેતાઓએ કોંગ્રેસમાં જાડાતા આગામી લોકસભા ચૂંટણીમાં ઘણો ફર્ક પડશે અને પાર્ટી કાર્યકર્તાઓમાં નવો ઉંમગ આવશે.
અત્રે ઉલ્લેખની છે કે, થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં સિનીયર નેતા ગેગોંગ અપંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું અને ભાજપનાં રાÂષ્ટÙય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર લખીને કÌšં કે, ભાજપ હવે તેના સિદ્ધાંતોને ભુલી ગયુ છે. વાજપેયીની વિચારધારાને ભાજપ ભુલી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY