શ્રીલંકા હુમલાનો માસ્ટરમાઇન્ડ જોહરાન હાશિમ ત્રણ મહિના ભારતમાં રહ્યો હતો

0
9

કોલંબો,તા.૩૦
શ્રીલંકા હુમલાના માસ્ટરમાઇન્ડ જાહરાન હાશિમના કોલ ડેટાથી જાણકારી મળી કે, કેરળ અને તામિલનાડુમાં લાંબા સમયથી સક્રિય હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નું કહેવું છે કે, હાશિમ અંદાજિત ત્રણ મહિના સુધી ભારતમાં હતો. હાશિમ સાથે કનેક્શનના આરોપમાં એનઆઇએના કેરળના પલક્કડથી રિયાઝ અબુબકર ઉર્ફ અબુ દુજાનાની ધરપકડ કરી છે. ઇન્વેસ્ટિગેશન એજન્સીને રિયાઝના આઇએસ સાથે સંબંધ હોવાની શંકા છે. તે કેરળમાં ફિદાયીન હુમલાની તૈયારીમાં હતો.
એનઆઇએની પૂછપરછમાં રિયાઝે જણાવ્યું કે, તે છેલ્લાં એક વર્ષથી હાશિમ અને ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકના ભાષણ સાંભળી રહ્યો હતો. તે કેરળમાં આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતો. ઇન્વેસ્ટિગેશન એજન્સીના આઇજી આલોક મિત્તલ અનુસાર, હુમલા માટે જવાબદાર ગણવામાં આવતી નેશનલ તૌહિથ જમાત (એનટીજે)થી હાશિમ અલગ થઇ ચૂક્્યો હતો.
હાશિમે નેશન ઓફ તૌહિથ જમાત નામથી અલગ આતંકી સંગઠન બનાવી લીધું હતું. જેમાં અંદાજિત ૩૫ લોકોને ભરતી કર્યા હતા. એક અંદાજ મુજબ આ જ લોકોએ શ્રીલંકામાં ચર્ચ પર થયેલા હુમલાને અંજામ આપ્યો હતો.
તપાસમાં જાણકારી મળી કે, રિયાઝ ફરાર આતંકી અબ્દુલ રાશિદ અબ્દુલ્લાના સંપર્કમાં હતો. તે તેના ઓડિયો સંદેશ સાંભળતો હતો. રિયાઝ આ સંદેશાઓને આગ પણ મોકલતો હતો, જેથી યુવાઓને આતંકવાદના રસ્તે જવા માટે ભડકાવી શકાય. એવું માનવામાં આવી રહ્યુંછે કે, અબ્દુલ્લા હાલ અફઘાનિસ્તાનમાં જઇને છૂપાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY