શ્રીનગર,તા.૨૭
જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે શોપિયાનના કેલ્લાર વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), ભારતીય આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
શોપિયાનમાં છેલ્લા અઠવાડિયામાં આ બીજું એન્કાઉન્ટર છે. ગત અઠવાડિયે સુરક્ષાદળોએ ઇમામસાહિબ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો હતો.
બીજી એક બનાવમાં જમ્મુ કાશ્મીરના હંદવારાના યારૂ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. પોલીસે આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



