કોલોરાડો,તા.૨૬
અમેરિકાના કોલોરાડોની રાજધાની ડેનવરમાં સંખ્યાબંધ વાહનોને અકસ્માત નડતા મોટી સંખ્યામાં જાનહાનિ થઇ છે. ડેનવર પોસ્ટ અનુસાર, શહેરના ઇન્ટરસ્ટેટ ૭૦માં સાંજે ટ્રેક્ટર-ટેઇલર સાથે એકસાથે અનેક વાહનો અથડાયા હતા. અકસ્માતના કારણે મોટો ધડાકો થતાં ૩ ટ્રક અને ૧૨ કાર સળગી ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાફિકના કારણે તમામ વાહનો ધીરેધીરે આગળ વધી રહ્યા હતા, તે જ સમયે ટ્રેક્ટર ધડાકાભેર એક વાહન સાથે અથડાતાં આટલી મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું અને આગ ફેલાઇ ગઇ.
પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ટ્રાફિકમાં બાળકોની સ્કૂલ બસ પણ હતી. જો કે, તેને કોઇ ખાસ નુકસાન નહીં થયું. આ ઘટનમાં ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી મૃત્યુઆંક સામે આવ્યો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



