પીપલોદમાં આવેલું પારસીઓનું દખમું અને બંગલી તોડી નાંખવાના પ્રકરણમાં રખેવાળ અને બિલ્ડરની ધરપકડ કરાઈ છે.
પારસી પંચાયત ટ્રસ્ટની એસવીએનઆઈટી પાસે આવેલી જગ્યામાં અંતિમવિધિ માટેનું દખમું- કૂવો તથા બંગલી હતી. આ જગ્યાની રેખાવાળી માટે રાખવામાં આવેલા ધીરૂભાઈ નાયકા દ્વારા આ જગ્યાના કબજા બાબતે કોર્ટમાં દાવો કરતાં લવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સસરા જમાઈએ જગ્યાનો કબજો બિલ્ડર હિરેન અને અશ્વિન વીરડિયાને વેચી દીધો હતો. જગ્યામાં કાનૂની પ્રકરણો ચાલતાં હોવા છતાં ત્યાંથી પારસીઓ માટે અસાધારણ ધાર્મિક મહાત્મ્ય ધરાવતી મિલકતો દૂર કરવા કારસો રચાયો હતો. ઓગણીસમી જાન્યુઆરીએ પારસી પંચાયતની જગ્યામાં આવેલું દખમું અને બંગલીની તોડફોડ કરાવવા માંડી હતી. આ તોડફોડ રખેવાળ ધીરૂભાઈ નાયકા, તેમના જમાઈ જિતેન્દ્ર પટેલ તથા બિલ્ડર અશ્વિન લાલજીભાઈ વીરડિયા તથા હિરેન વીરડિયાએ કરાવ્યું હોવાનું બહાર આવતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
ઉમરા પોલીસે આ પ્રકરણે મંગળવારે અશ્વિન વીરડીયા તથા રખેવાળના જમાઈ જિતેન્દ્ર મધુસૂદનભાઈ પટેલની ધરપકડ કરી હતી. આ બે ઉપરાંત પોલીસે ધીરૂ ભગુભાઈ નાયકા અને હિરેન લાલજીભાઈ વીરડિયાની ધરપકડ કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"