ભુજ કચ્છ:ઠેર ઠેર આઈસ્ક્રિમ,ચોકલેટ, કોન,સરબત,લચ્છી,ચા સહિત નિયાઝનું વિતરણ કરાયુ
કચ્છ જીલ્લાના ભારાપર ખાતે આજરોજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મહંમદ સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.જુલુસમાં ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આજનો દિવસ મુસ્લિમ સમાજ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે.આજના દિવસ સંદર્ભે દેશની એકતા અને દેશના ભાઈચારો,અમાન માટે ખાસ દુઆ કરી હતી અને ભારતના લોકો ઉપર આવનાર તમામ આફત અને મુસીબત દુર થાય તેવી ભારાપરના મુસ્લિમ લોકોએ દુઆ ફરમાવી હતી

ભુજ તાલુકાના ભારાપર ખાતે આજરોજ ઈદ-એ-મિલાદ નબીની ભવ્યાતિ ભવ્ય અને સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારાપર અને તેની આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઈદની ઉજવણી દરમિયાન વિશાળ જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જુલૂસ દરમિયાન કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા અને ઠેરઠેર સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંદુ મુસ્લિમ બિરાદરોએ ગળે મળીને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી. જુલુસ ભારાપરની મુખ્ય બજારથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને મુખ્ય ચોકમાં સમાપન કરવામાં આવ્યું હતું.
ગૌતમ બુચિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






