કર્ણાટકમાં આજે કુમારસ્વામીની શપથવિધિ : વિપક્ષોનું શક્તિપ્રદર્શન

0
10

કુમારસ્વામી સાંજે ૪.૩૦ વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે
બેંગ્લુરુ,તા.૨૨
જેડીએસના નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. કુમારસ્વામીનું શપથ ગ્રહણ સમારોહ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે વિપક્ષની મોર્ચાબંધીની રીતે જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસે સંતુલન બનાવી રાખવા બે ઉપમુખ્યમંત્રી બનાવવા પર જોર આપ્યું હતું, પરંતુ જેડીએસએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ઉપમુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વારનું નામ છે. રાહુલ ગાંધીના તુગલકાબાદ સ્થિત નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં મંત્રિમંડળ ગઠન પર ૨૦ મિનીટ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અગાઉ કુમારસ્વામીએ કહ્યુ હતું કે બંને પાર્ટીઓ વચ્ચે કોઇપણ પ્રકારની સોદાબાજી કરવામાં આવશે નહીં. બંને પક્ષ સાથે મળીને કામ કરશે. તેઓ કોંગ્રેસ મોવડીમંડળ પાસે સલાહ લેવા આવ્યા છે. આ બેઠક બાદ જેડીએસ નેતાએ કહ્યુ કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને શપથ ગ્રહણ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તેઓ બંને શપથગ્રહણ સમારોહમાં આવશે.
કોંગ્રેસ અને જેડીએસની કર્ણાટક ખાતેની ગઠબંધન સરકારમાં દલિત અને મુસ્લિમોની ભાગીદારી સાથે લિંગાયત સમુદાયની હિસ્સેદારી પણ સુનિશ્ચિત કરવી જરૂરી છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસમાંથી ૧૪ અને જેડીએસમાંથી ચાર ધારાસભ્યો લિંગાયત સમુદાયમાંથી ચૂંટાયા છે.
કોંગ્રેસ તરફથી નાયબ મુખ્યપ્રધાન તરીકે દલિત નેતા જી. પરમેશ્વરનું નામ સામે આવી રÌšં છે. પરમેશ્વર કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. જી. પરમેશ્વર ૨૦૧૩માં મુખ્યપ્રધાન પદની રેસમાં પણ સામેલ હતા.
સૂત્રોનું કહેવું છે કે કુમારસ્વામીના કેબિનેટનું સ્વરૂપ લગભગ તૈયાર છે. જેમાં કુલ ૩૪ પ્રધાનોને સામેલ કરવામાં આવશે. પ્રધાનમંડળમાં ૨૦ પ્રધાનો કોંગ્રેસના અને જેડીએસના ૧૪ પ્રધાનોને સામેલ કરવામાં આવશે. જો કે બીએસપીના એક અને બે અપક્ષ ધારાસભ્યોને જેડીએસએ પોતાના ક્વોટામાંથી સ્થાન આપવું પડશે.
શપથગ્રહણ સમારંભમાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ થવાના છે. કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં વિપક્ષી દળોના દિગ્ગજ નેતાઓ સામેલ થઈ રહ્યા છે. ઉત્ત્‌।ર પ્રદેશની રાજનીતિના બે દિગ્ગજ અખિલેશ યાદવ અને માયાવતી પહેલી વાર એક સાથે જાવા મળી શકે છે. અને તેને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ સામેના મહાગઠબંધનના સૂરને વધુ મજબૂતાઈ મળશે તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે.
આ શપથવિધિ સમારંભમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, બીએસપીના પ્રમુખ માયાવતી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, કેરળના મુખ્યપ્રધાન પિન્નારાઈ વિજયન, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ અને તેમના પુત્ર, રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અજીત સિંહ, અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હસન અને ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન પણ સામેલ થવાના છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY