સુરત,તા.૨૭
સરથાણામાં વિસ્તારમાં આવેલી મની ટ્રાન્સફર સર્વિસની ઓફિસમાં ધાડ પાડે તે પહેલા જ ડીસીબી પોલીસે ધાડપાડું ગેંગના ૬ સાગરીતોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, ૬ કાર્ટીઝ અને ૪ છરા મળી કુલ ૧.૯૨ લાખની મત્તા કબજે કરી હતી.
ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો સરથાણા ખાતે આવેલી જલારામ મની ટ્રાન્સફર સર્વિસની ઓફિસમાં ધાડ પાડવાના ઈરાદે સુરતમાં ફરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગેંગના ૬ સાગરીતોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી ૨૦ હજારની કિંમતની બે પિસ્તોલ, ૬૦૦ રૂપિયાની કિંમતની ૬ નંગ કાર્ટીઝ, ૭૦૦ની કિંમતના ૪ નંગ છરા, ૪૧ હજારની કિંમતના અલગ અલગ કંપનીના ૯ મોબાઈલ ફોન મળી કુલ ૧.૯૨ લાખની મત્તા કબજે કરી હતી.
(૧)અમિત કુમાર ઉર્ફે ચિન્ટુ તપન શાહુ , (૨) દેવાઆશિષ ઉર્ફે દેવા વાસુદેવ બિશ્વાલ , (૩) ટુલુ ઉર્ફે રાજેશ શશી પ્રધાન, (૪)ગૌડા ઉર્ફે શંકર અઘારી પ્રધાન, (૫) શંકર ઉર્ફે પપ્પુ અભિમન્યુ પરીડા,(૬) રાજેશ ઉર્ફે ચિયા મંગુલ રાઉતનો સમાવેશ થાય છે હાલ પોલીસે આરોપીઓને ગુનાને અંજામ આપે તે પહેલા જ ઝડપી લેતા મોટી ઘટના બનતા ટળી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



