ભુજ કચ્છ: પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા,પશ્ચિમ કચછ-ભુજનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.એસ.તીવારીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં ચોરીના બનતા જતા ગુનાઓ અટકાવવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા-ફરતા માધાપર પોલીસ ચોકી પાસે આવતા અત્યંત વિશ્વાશુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે, ખાવડા વિસ્તારના બે ઇસમો આમદ સમા તથા શકુર સમા એમ બંને જણાએ ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલ આમદ સમાના સસરા માધાપર મુકામે સોનાપુરી રોડ ઉપર આવેલ સમાવાસ વિસ્તારાં રહેતા ોય તેા મકાનની બાજુમાં આવેલ ઓરડીમાં સંતાડેલ છે.જે મળેલ બાતમી હકીકત અન્વયે તુરંત જ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા હકીકત મુજબના બે ઇસમો મળી આવેલ અને તેના કબ્જામાંથી ડીઝલ ભરેલ કેરબા નંગ-૭, તથા ૧ર વોલ્ટની મોટી બેટરી – બે (ર) મળી આવેલ મજકુર બંને ઇસમો પાસે મળેલ મુદામાલ ડીઝલના કેરબા નંગ-૭, તથા બેટરી નંગ-રના બીલો કે આધાર પુરાવા હોય તો આપવાનુ જણાવતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવેલ અને મજકુર બંને ઇસમોની યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા સદરહુ ડીઝલ તેમજ બેટરી આજથી આશરે આઠેક દિવસ પહેલા ભુજોડીથી આગળ ધોરાવા હનુમાન મંદિરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ચોરી કરેલાનુ કબુલાત કરતા હોય જે અન્વયે ખરાઇ કરતા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફ.ગુ.ર.નં.૧૧/૧૯, આઇ.પી.સી. કલમ – ૩૭૯, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદરહુ બંને ઇસમોને ડીઝલ ભરેલ કેરબા નંગ-૭, લી.૨૪૫, કિ.રૂા.૧૬,૪૧૫/- તથા એમરોન હાઇ-વે કંપનીની ૧ર વોલ્ટની બેટરી નંગ-ર, કિ.રૂા.૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી માટે ચારેય ઈસમો તથા કબ્જે કરેલ મુદામાલ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવિજ કરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫/૬૩૫૧૮૭૭૩૬૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




