રાજપીપળા ખાતે મતદાતા દિવસની ઉજવણીમાં ૧૦૩ વર્ષના મતદાર ભાણીબેન વસાવા અને દિવ્યાંગ મતદાર જીજ્ઞાશાબેન કાછીયાનું શાલ ઓઢાઢી કરાયું સન્માન 

0
287

શ્રેષ્ઠ BLO, સુપરવાઇઝર, ELC, એમ્બેસેટરોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું યુવા મતદાર મહોત્સવ-૨૦૧૮ સ્પર્ધા અંતર્ગત વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નવમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી ઉજવણી 

રાજપીપળા : સમગ્ર દેશમાં ૨૫ મી જાન્યુઆરી-૨૦૧૧ થી આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી થઇ રહી છે, તેના ભાગરૂપે આજે સરદાર ટાઉનહોલ રાજપીપળા ખાતે ૯ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમને નર્મદા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી આર.એસ.નિનામા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતી, જિલ્લા પંચાયતના સદસ્ય કિરણભાઇ વસાવા, ગુજરાત બાળ સુરક્ષા આયોગના સદસ્યા ભારતીબેન તડવી વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય ધ્વારા ખુલ્લો મૂકાયો હતો.

સમારંભના અધ્યક્ષપદેથી પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ જણાવ્યું હતું કે, મત એટલે લોક પ્રતિનિધિ પ્રત્યેનો અભિપ્રાય વ્યકત કરવાની તક છે. ૨૦૦૧ પહેલા જન્મેલાએ ૧૮ વર્ષ પૂર્ણ થતા મતદાર નોંધણી કરાવવી જોઇએ મતદારનું મહતવ્ મતદાન સમયે મતદાનની રાહ જોઇ યુવા થી વુધ્ધ મતદારો લાઇનમાં ઉભા હોય છે ત્યારે સમજાય છે. મતદાર હોવાનો મને ગર્વ છે. હું મતદાનનું ગૌરવ કરીશ જેવી ખુમારી સાથે મતદાન અચુક કરવુ જોઇએ. મતદાન કરવુ એ બંધારણીય હકક છે. તેનો ઉપયોગ કરીએ વસ્તીની દ્રષ્ટિએ જિલ્લામાં ૬૩ ટકા લાયકાત ધરાવતા મતદારો છે. અને  સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થતું આવ્યું છે. કોલેજમાં ભણતા દિકરા ’-દિકરીને એમ્બેસેડર બનાવી મતદાર નોંધણી અભિયાનને વેગવંતુ કરાયું છે. છતાં પણ બાકી રહી જતા ૧૮ વર્ષની વય ધરાવતા તમામને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા નિનામાએ નમ્ર અનુરોધ કર્યો હતો.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતિએ શાયરી સાથે મતદારના ઉત્સાહ વધે તે રીતે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. હળપતિએ લાયકાત ધરાવતા મતદારોએ જાતિ-ધર્મ કે કોઇ પણ જાતના દબાણ વગર પવિત્ર મતદાન કરવા અનુરોધ કર્યો હતો. હળપતિએ વધુમા ઉમેર્યું હતું કે, SVEEP ની સધન કામગીરીથી મતદારોમાં જાગૃતિ આવવાની સાથે મતદાનની ટકાવારી પણ ઉંચી આવી છે. બાકી રહી જતા લાયકાત ધરાવતા ઉમેદવારોને મતદાર તરીકે નામ નોંધણી કરાવવાની ખાસ હિમાયત કરી હતી.

રાષ્ટ્રીય મતદાતા દિવસે નર્મદા જિલ્લામાં સૌથી મોટી વયના મતદાર તરીકે ૧૦૩ વર્ષના ભાણીબેન ચુનિયાભાઇ વસાવા, મુ. જીતનગર તા. નાંદોદનું અને રાજપીપળાના દિવ્યાંગ મતદાર જીજ્ઞાશાબેન ગોપાલભાઇ કાછીયાનું જિલ્લા ચૂંટણી અધિકારી આર.એસ.નિનામાએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. જયારે યુવા મતદાર મહોત્સવ-૨૦૧૮ અંત્ગત પો્ટર સ્પ્ધાના એકથી ત્રણ ક્રમે આવનાર સ્પર્ધકને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી નિનામાએ સન્માનિત કર્યા હતાં. શ્રેષ્ઠ બીએલઓ, શ્રેષ્ઠ સુપરવાઇઝર, શ્રેષ્ઠ ઇએલસી અને શ્રેષ્ઠ એમ્બેસેડરને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં.

આ પ્રસંગે નાંદોદના મામલતદાર જયકુમાર બારોટે સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. જયારે અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલના શિક્ષક રાજેન્દ્રભાઇ સેવકે આજના દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું અને બોરીદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય અનિલભાઇ મકવાણાએ લોકશાહીનો ધબકાર- મતાધિકાર અંગે ગીત રજૂ કર્યું હતુ. કાર્યક્રમના અંતે સૌએ સામૂહિક શપથ લીધા હતાં.

ટાઉન હોલના કાર્યક્રમ પૂર્વે ગાંધી ચોકથી ટાઉન હોલ સુધી વિશાળ રેલી યોજાઇ હતી. નાંદોદ મામલતદાર બારોટે ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવ્યાં બાદ શહેરના મુખ્ય માર્યો પર સુત્રોચ્ચાર સાથે ફરીને આ રેલી ટાઉન હોલ ખાતે સભામા ફેરવાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધરીકારી નિલેશભાઇ ભટ્ટ, નાયબ પશુપાલન નિયામક એન.સી.પટેલ, ચૂંટણી મામલતદાર પૂર્વેશ ડામોર, નાયબ મામલતદાર કરણસિંહ રાજપુત, શહેરીજનો અને શાળાના બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY