ભુજ: આ સેવાનું મુખ્ય હેતુ ભુજ શહેરમાં અકસ્માતનો ભોગ બનેલા, બિનવારસુ, માલિક વિહોણા પશુ-પક્ષીઓની સારવાર ઇમરજન્સી વિનામૂલ્યે કરવામાં આવશે.ગઈ કાલે કચ્છ જિલ્લા પંચાયત ખાતેથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ની સેવાની શરૂઆત કરવામાં આવી છે.ગુજરાત રાજમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર ખાતેથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની ૨૬ જિલ્લાઓ ફાળવણી કરવામાં આવેલ છે જેમાં કચ્છ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ નું શ્રી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણજીસિંહ સોઢા, ઉપપ્રમુખ નીયતીબેન પોકાર,કારોબારી ચેરમેન હરિભાઈ જાતિયા તેમજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા ગઇ કાલે આ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ નું સંચાલન ૧૦૮ જી.વી.કે. અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેનો સમય સવારના ૮ થી સાંજે ૮ વાગ્યા સુધીનો છે.
કોઈપણ નાગરિક પોતાનો મોબાઈલ ફોનમાંથી ટોલફ્રી નબર ૧૯૬૨ ડાયલ કરીને જાણ કરવાથી એમ્યુલન્સ પહોંચીને ઇમરજન્સી સારવાર કરવામાં આવશે.
ભુજ શહેરની આમ જનતાને જણાવવાનું કે બીમાર પશુઓની સ્થળ ઉપર જ નિશુલ્ક સારવાર માટે આ સેવાનો લાભ લેવા માટે વિનંતી છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




