બીએસએફએ ઝડપેલા બંને પાક. ઘુસણખોરને પોલીસના હવાલે કરાયા

0
6

કચ્છ,તા.૮
પાકિસ્તાનને જાડતી કચ્છની સંવેદનશીલ સરહદ વ્યાનવારી ક્રીક પાસેથી બોર્ડર સિકયોરિટી ફોર્સે ૧ બોટ સાથે ૨ પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડયા હતા. આ બંનેની પૂછતાછમાં એવુ બહાર આવ્યુ છે કે, પાકિસ્તાનનો અજગર નામનો શખ્સ એમને અહિંયા કેકડા સારા મળશે એવી લાલચ આપીને મુકી ગયો હતો. એટલુ જ નહી, એ બોટમાં પકડાયેલા બંને ઘુસણખોરો સહિત પાંચ જેટલી વ્યકિતઓ હતી. બીએસએફની બોટોને નજીક આવતી જોઇને ૩ જણા નાસી ગયા હતા, જ્યારે આ બંને પકડાઇ ગયા હતા. હાલ બંનેને પોલીસના હવાલે કરાયા છે.
પકડાયેલી લાકડાની બોટ ૩૦ બાય ૨૦ની સાઇઝની છેઃ બે ઘુસણખોરોની સાથે પકડાયેલી ૩૦ બાય ૨૦ની સાઇઝની પાકિસ્તાની બોટમાંથી ૧૦ લીટર ક્રિસ્ટલ, ૩ કિલો ખાંડ, પાણીના ૧૫ કેન, ૫ કિલો કેકડા, કેકડા પકડવાના ૧૧ સળિયા, ૧૦ પાવડા, ૩ તપેલી, ૧ તવો, ૭ બુટ, ૧૦ જાડી ચંપલ ઉપરાંત, ઘી – લોટ, ઘડિયાળ, ચોખા, તકિયા, જાકીટ, કુરતા, ટીશર્ટ, રજાઇ, ચાદર અને પાકિટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY