ખાવડા બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો

0
5

કચ્છ,તા.૬
હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દુશ્મન દેશોના સીમાડે ભારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમ છતાં દુશ્મન દેશમાંથી આતંકીઓ કોઇ નવા માર્ગે દેશમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આપણા દેશની ત્રણેય પાંખો આતંકીઓની કાળી મૂરાદો સફળ થવા દે તેમ નથી. ત્યાં હાલમાં ગુજરાતના કચ્છમાંથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદેથી અવારનવાર આતંકીઓ ધૂસણખોરી કરતા હોય છે, ત્યારે કચ્છમાંથી ખાવડા બોર્ડર પિલર નંબર ૧૦૫૦ નજીકથી એક પાકિસ્તાની ઘૂસણખોરી કરતા બીએસએફએ ઝડપ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ પાકિસ્તાની આંતકવાદી ફેન્સીંગ વગરની બોર્ડર નજીકથી ઘૂસણખોરી કરી રહ્યો હતો.
બોર્ડર પર એલર્ટ વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાતા સુરક્ષા કર્મીઓ અને ગુપ્તચર સંસ્થાઓ હાઇએલર્ટ થઇ ગઇ છે. હાલ આ ઘટનાને લઇને પાકિસ્તાની ઘૂષણખોરનું બીએસએફ દ્વારા ઈન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY