પાટણ,તા.૬
પાટણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડા. બી.એ. પ્રજાપતિને ભ્રષ્ટાચારના આરોપમાં પદભ્રષ્ટ કરાયા છે. ડા. પ્રજાપતિ પર સત્તાનો દુરઉપયોગ અને ગંભીર ગેરરીતિઓ કરવાનો આક્ષેપ છે. એક અહેવાલમાં પ્રજાપતિએ ભ્રષ્ટાચાર કર્યાની પુષ્ટિ થતાં તેમને પદ પરથી હટાવાયા છે.
ઉંઝાના પૂર્વ ધારાસભ્ય ડા. આશાબેન પટેલ હેમચંદ્રાચાર્ય યુનિ.ના કુલપતિ બને તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આશાબેન ૨૦૧૪ ચૂંટણી લડ્યા એ પહેલાં હેમચંદ્રાચાર્ય યુનિ.માં પ્રોફેસર તરીકે સેવા આપતાં હતાં. જાકે ચૂંટણી લડવાની હોવાથી પ્રોફેસર પદેથી રાજીનામું આપ્યું હતું. આશાબેન હવે ભાજપમાં છે એટલે તેમને કુલપતિ બનાવે તો નવાઈ નહીં.
યુનિવર્સિટી સંલગ્ન ૫૦ જેટલી સાયન્સ કોલેજા છે અને તેમા ૧૦ હજાર જેટલા છાત્રોની ગણતરીના દિવસોમા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામા આવનાર છે ત્યારે યુનિવર્સિટીના પરિપત્રના વિરોધમાં કોલેજાએ પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે ત્યારે કુલપતિના કારણે જ નિર્ણય લેવો શક્ય ન હતો. ૧૦ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ તે મામલે પરીક્ષા વિભાગ ભીસમા મુકાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




