નખત્રાણાના ચાવડકા ગામના લીસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ ધકેલતી ભુજ એલ.સી.બી.

0
110

ભુજ કચ્છ :પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાની સુચના અને માર્ગદર્શનથી એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનુ વેંચાણ કરતો લીસ્ટેડ બુટલેગર્સ દુજુભા સાંગાજી જાડેજા, ઉ.વ.૫૨, રહે.ચાવડકા, તા.નખત્રાણા વાળા વિરૂધ્ધમાં પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશદારૂનુ વેંચાણ કરવા અંગેના અનેક ગુનાઓ દાખલ થયેલ હોય જેથી તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર કચ્છ-ભુજ નાઓને મોકલાવમાં આવતા કલેક્ટર તરફથી સામાવાળા વિરૂધ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી સામાવાળાને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇશ્યુ કરેલ હોય,જે અન્વયે આજ રોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા ઉપરોક્ત સામાવાળાને પાસા વોરંટ હેઠળ અટકાયત કરેલ છે, તેમજ વડોદરા ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY