ભુજ કચ્છ: પરીક્ષિતા રાઠોડ SP,પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી આગામી સમયમા લોકસભાની ચુંટણી યોજનાર હોય જે શાંતિપુર્ણ યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઇસમો ઉપર વોચ રાખી ગે.કા.હથિયારના કેસો શોધી કાઢવા માટે ડી.બી.પરમાર પો.ઇન્સ. એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો શોધી કાઢવા પ્રયત્નશીલ હતી,
તે દરમ્યાન ખાનગી રાહે બાતમીના આધારે નંદાસર ગામ વાડી વિસ્તારમાથી આરોપી કાનજી અરજણ કોલી, રહે. મુળ બજાર સમિતિ પાછળ, રાપર હાલે નંદાસર સીમ વાડી વિસ્તાર, તા.રાપર વાળાના કબજામાંથી હાથ બનાવટની દેશી બંદુક કિ.રૂ.૨૦૦૦/- વાળી કબજે કરી આરોપી કાનજી અરજણ કોલી, રહે. મુળ બજાર સમિતિ પાછળ, રાપર હાલે નંદાસર સીમ વાડી વિસ્તાીર, તા.રાપર વાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશન તરફ સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એમ.એસ.રાણા પી.એસ.આઇ એલ.સી.બી., એ.પી.જાડેજા,પી.એસ.આઇ એલ.સી.બી.,દલસીંગભાઇ કાનાણી,પ્રવિણસિંહ પલાસ,મહેન્દ્રસિંહ બી. જાડેજા વગેરે જોડાયેલ હતા.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





