કચ્છના યુવા સાંસદ તરફથી ગૌસેવાના લાભાર્થે સંતવાણી અને સ્નેહમિલન કાર્યક્રમ સુખપર(રોહા) ખાતે યોજાશે

0
381

ભુજ કચ્છ: કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા દીપોત્સવ અને નૂતન વર્ષની શુભકામના પાઠવવા તારીખ ૦૯/૧૧/૨૦૧૮ને શુક્રવારના સાંજે સુખપર (રોહા) ખાતે સ્નેમિલન, શ્રીરામદેવપીરની પાટકોરી, મહા પ્રસાદ તથા ગૌસેવાના લાભાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરેલ છે.

દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં કચ્છના મહામૂલા પશુધન બચાવવા અને ખેડૂત મિત્રોને ઘાસચારના વાવેતર માટે પ્રોત્સાહિત કરવાના ઉદાત આશ્યની સાથે દીપ પર્વની ઉજવણી નૂતન વર્ષ ની શુભકામના પાઠવવા માટે સ્નેહ મિલનનું આયોજન સાથે કચ્છ નું ગૌરવ ગીતાબેન રબારી સંતવાણી અને કચ્છના ગૌરવ હાસ્ય સમ્રાટ રસીક મારાજ ના પુત્ર દીક્ષિત મારાજની હાસ્ય રમઝટ સાથે સાંસદશ્રીએ પોતાના વતન ગામ સુખપર(રોહા) તા.નખત્રાણા ખાતે તારીખ ૦૯/૧૧/૨૦૧૮ શુક્રવાર પાવન પર્વ ભાઈબીજ ના આયોજન કરેલ છે સાંજના ૭:૦૦ વાગે શ્રીરામદેવપીરની પાટકોરી અને સ્નેહમિલન, રાત્રે ૮:૦૦ કલાકે મહાપ્રસાદ અને ૧૦:૦૦ કલાકે સંતવાણી કાર્યક્રમમાં જાહેર જનતાને શુભેચ્છકો મિત્રોને પધારવા યુવા સાંસદે અનુરોધ કરેલ છે.

વધુમાં યુવા સાંસદે જણાવ્યું કે મોટા ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં એક બે એકરમાં જુવાર, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કરે નાના ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં ઘાસ ચારા માટે વાવેતર કરે તેમને બિયારણ આપવા માટે તત્પરતા દાખવી હતી. દાતાઓના સહયોગગે પશુધન પ્રત્યે અનુકંપા ધરાવતા દરેક વ્યક્તિના મદદથી કચ્છની ખમીરવંતી પ્રજા દુષ્કાળ પાર કરી જશે ભૂતકાળમાં અવાર-નવાર પડતા દુષ્કાળ સમયે પ્રજાજનો કચ્છની બહાર વસતા કચ્છીજનોની અનુમોદના આપણે સંકટ પાર કરેલ છે, તેમ યુવા સાંસદે જણાવ્યું હતું.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY