૨૦૧૯ની લોકસભાની ચુટણીઓએ વિકાસની રાજનીતિ સામે અવસરવાદિતાની રાજનીતિ વચ્ચેની આરપારની લડાઈ છે. ચુટણીએ જનજનના સંપર્ક દ્વારા સાથે મળીને ઉજવવાનો મહોત્સવ છે-વિનોદ ચાવડા
જનજન નાયક નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી નહીં પણ પ્રધાન સેવક બનીને દેશની સેવા કરે છે. ત્યારે ભાજપ કાર્યકર્તાઓની આવડત,સક્ષમ સંગઠન અને મોદીના પ્રેરણાદાઈ નેતૃત્વનો ત્રિવેણી સંગમ ૨૦૧૯ની લોકસભાની ચુટણીઓમાં ઇતિહાસ સર્જાશે અને તેમાં આપણે સહભાગી બનવાનું છે. તેમ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભચાઉ તાલુકાના ચોપડવા,સામખિયારી,જંગી, કટારીયા,લાકડિયા, વિજપાસર,કંથકોટ,ચોબારી, કડોલ,આમરડી લોક સંપર્ક દરમ્યાન જણાવ્યુ હતું. રાજયમંત્રી વાસણભાઈ આહિરે પાંચ વર્ષની વિનોદભાઈના કાર્યોને બિરદાવતા દેશના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા સમાન,સર્વ સ્પર્શી,સર્વ વ્યાપી અને સર્વ હિતકારી નિર્ણાયક સરકારની રચના માટે ‘કમળ’ને મત આપી ભાજપાને ભવ્ય વિજય અપાવો તેમ વાસણભાઈ આહિરે જણાવ્યુ હતું.જયારે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,માલતિબેન મહેશ્વરી,માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અરજણભાઇ રબારીએ જણાવ્યુ હતું કે, ભાજપા કોઈ એક પરિવાર કે જ્ઞાતિ-જાતિ માટે નહીં પરંતુ સમગ્ર દેશની જનતાના વિકાસ માટે કામ કરતી પાર્ટી છે.સેવાના ભાવ સાથે કાર્યરત એવા લાખો કાર્યકર્તાઓની ફોજ પરિશ્રમની પરકાષ્ટા સર્જવા તૈયાર છે. ગુજરાતમાં ભાજપ ૨૬ સીટ પર વિજય મળશે જ પરંતુ હવે લડાઈ માત્ર લીડ વધારવાની છે. તેમ જણાવ્યુ હતું.
લોક સંપર્ક પ્રવાસમાં રાજયમંત્રી વાસણભાઈ આહીર, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતિબેન મહેશ્વરી,માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અરજણભાઇ રબારી,વિકાસભાઈ રાજગોર, ઉમિયા શંકર જોષી, ભરતસિંહજી,નરેન્દ્રસિંહ, જનકસિંહ,નવલબેન, સિધ્ધરાજસિંહજી,ગોવિંદ ચાવડા, વાઘજીભાઇ વિગેરે સાથે રહ્યા હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





