બિહારનો વેપારી ઉધારમાં માલ ખરીદી છૂમંતર
સુરત, તા.૧૧
રિંગરોડ અનુપમ ટેક્ષટાઈલ માર્કેટના એક વેપારી પાસે ઉધારમાં સાડીનો માલ ખરીદી કરી પાછળથી નાણા નહી ચૂકતે કરી રૂ. ૮.૫૦ લાખનો વિશ્વાસઘાત કરી બે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાયો હતો.પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહારના વતની અને હાલમાં વેસુ વીઆઈપી રોડ ખાતે ગેલેક્ષી નંદની વિભાગ-૩માં જિતેન્દ્ર રઘુનંદન પ્રસાદ રહે છે તેમની એક સાડીની દુકાન રિંગરોડ અનુપમ માર્કેટમાં આવેલી છે. બિહાર-છપરા નીલમ હોટની પાછળ લાહ બજારમાં આવેલ ફેશન વસ્ત્રાલયના રાજેશકુમાર તથા રાહુલ ગુપ્તા નામના બે આરોપીઓએ ૧૫થી ૨૦ દિવસમાં નાણા ચૂકતે કરી આપવાની લાલચ આપી કુલ્લે ૮.૫૦ લાખની સાડીઓ ઉધારમાંખ રીદી હતી. પાછળથી તેઓએ પુરૂ પેમેન્ટ નહી ચૂકતે કરી જિતેન્દ્ર રઘુનંદન પ્રસાદ સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયચા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



