ભુજ: કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ મુંદ્રા તાલુકાના રામાણીયા,વાંકી, મોટા કપાયા,નાના કપાયા, સમાઘોઘા,મોટી ખાખર,કાંડાગરા, ભુજપુર,મુંદ્રા બારોઈ રોડ શો તથા મુંદ્રા વિભાગના ગામોમાં વિધુત વેગી ગતિએ પ્રચારાર્થે લોક સંપર્ક કરતાં જણાવ્યુ હતું કે, નાના મધ્યમ કદના ઉધોગોને અનેક પ્રોત્સાહન જનક યોજનાઓ માધ્યમથી રોજગાર વૃધ્ધિના ઉંચા પરિણામ ભારત સરકારે પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થય વીમા યોજના “આયુષ્યમાન ભારત” ની શરૂઆત કરી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉચ્ચ સારવાર-જીવનાઆવશ્યક સ્વસ્થતા લાખો કરોડો લોકોને મળે માટે યોજના અમલી બનાવી છે. તેમ જણાવતા કચ્છ માટે કેન્દ્ર સરકારે આપેલી સવલતો વર્ણવી હતી.
જયારે માજીમંત્રી અને પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતું કે દેશને એકતાના સૂત્રમાં પરોવનાર સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યું ઓફ યુનિટી” ગુજરાતમાં બનાવી દેશ અને દુનિયામાં ગુજરાતને લોક નાયક નરેન્દ્રભાઈ મોદીએ વિખ્યાતિ અર્પી છે. તેવા ગુજરાતનાં સપૂતને ફરી નયા ભારત નિર્માણ માટે સુકાન સોપવા ભાજપના ‘કમળ’ને મત આપી યુવા-જાગૃત સંપર્ક કેળવનાર વિનોદ ચાવડાને જંગી લીડ થી વિજયી બનાવો.
૨૦૦૧ના ભૂકંપમાં પડી ભાંગેલ કચ્છને ફરી બેઠું કરવામાં ધમધમતુ કરવામાં ભાજપનું અને નરેન્દ્રભાઈ મોદીનું યોગદાન,લાખો લોકોને રોજગારી અને કચ્છની ખેવના રાખનાર સરકારને જંગી મતોથી વિજયી બનાવવા સદૈવ કચ્છમાં જાગૃતતા દાખવનાર વિનોદભાઇ ચાવડાને ફરી આપણા સંસદીય પ્રતિનિધિ બનાવવા મુંદ્રા તાલુકાનાં અગ્રણીઓ અને માજી.ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ લોકોને અપીલ કરી હતી.
તેમની સાથે પ્રવાસમાં વાલજીભાઇ ટાપરિયા,છાયાબેન ગઢવી,ધર્મેન્દ્ર જેસર, કુલદીપસિંહ જાડેજા,નટ્ટુભા ચૌહાણ,રણજીતસિંહ જાડેજા,મહેન્દ્રસિંહ જાડેજા, શિવુંભા જાડેજા,રાજેન્દ્રસિંહ જાડેજા, કીર્તિ મારાજ, શક્તિસિંહ જાડેજા,બળવંતસિંહ બાપુ, ક્રિષ્નાબા,રાસુભા બાપુ, બટુકસિંહજ જાડેજા,ડોસા સવા, ખેંગાર ગઢવી,દિગવિજયસિંહ ઝાલા જોડાયા હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





