મારા માટે શું ? ને બદલે મારા થકી શું ? ની નવી દ્રષ્ટિ નવી સોચ નવ સર્જન અને નુતન માનવવાદ માટે દાન નહીં પણ દાનતને મુદ્દા લેખ બનાવનાર નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન પદે આરૂઢ કરવા ભાજપ (એન.ડી.એ.) ની ફરી વાર નિર્ણાયક સરકાર બનાવવા આપ સૌ સાથે મળી ભાજપ નિશાન કમળને મત આપો એવી અપીલ સાથે બન્ની વિસ્તારના ભીરંડિયારા-ખાવડા, ભગાડીયા વિસ્તાર મધ્યે લોક સંપર્ક અને જાહેર સભામાં, જાહેર કાર્યક્રમમાં ભાજપના લોક સભાના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.
છેલ્લા ૭૦વર્ષ થી દર ચુટણીએ ઠાલા વચનો આપી જીત મેળવતી કોંગ્રેસે ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી કર્યું જે વાસ્તવિકતા થી દૂર હોય જેની અમલવારી અને નિયમો એટલા જટીલ હોય જે સામાન્ય ગરીબ માટે અશક્ય છે. તેવા હથેડીમાં ચાંદ બતાવવા જેવા વચનો થી હવે લોકો છેતરાશે નહીં ૨૦૧૪ માં જેથી લોકોએ કોંગ્રેસને ૪૪ સીટો જ આપી અને ભાજપ ને બહુમતી આપી તેના સાથી પક્ષો સાથે જંગી વિજયી અપાવ્યો, પાંચ વર્ષના મોદીજીના નેતૃત્વ ભારતનો વિકાસ, પારદર્શી વહીવટ લોકો સમક્ષ છે. અને મને વિશ્વાસ છે કે આ સમયે પણ દેશની જનતા ફરી ભાજપને સ્પષ્ટ બહુમત આપશે તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.
રાજયમંત્રી વાસણભાઈ આહિરે સરકારને સિધ્ધિઓ વર્ણવતા પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યુ હતું કે, દેશમાં છેલ્લા ૨૫ વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સ્થિર સરકાર આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી વિદેશી મૂડી રોકાણને આકર્ષવામાં ભારત ચીનથી આગળ નિકળ્યું, સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના, મુંદ્રા લોન જેવી યોજનાઓ થી કરોડો ગરીબો ને સ્વમાન આપ્યું. આયુષ્યમાન ભારત યોજના ૫૦ કરોડ લોકોને પાંચ લાખ સુધીની મેડિકલ સહાય તેટલુ જ નહીં ગંભીર દર્દના ઓપરેશનો માટેના ઇમ્પ્લામેન્ટો સસ્તા દરે પંડિત દિન દયાળ જન ઔષધિ ભંડારમાં સાવ સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવી ૧૦૦% ગામડાઓ માં વીજળીકરણ અનેક યોજનાઓ થકી છેવાડાના નાનામાં નાના લોકોને લાભો મળ્યા છે. આપના યુવા અને જાગૃત વિનોદભાઇ ચાવડાને ભાજપે ફરીથી આપની સેવાની તક આપી છે. તેને જંગી મતોથી વિજયી બનાવવા મારો અનુરોધ છે. તેમ વાસણભાઇ આહિરે જણાવ્યુ હતું.
આજે લોક સંપર્ક કાર્યક્રમમાં વાસણભાઈ આહીર, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય,વિરેન્દ્રસિંહ જાડેજા,વલમજીભાઈ હુંબલ, કૌશલ્યાબેન માધાપરિયા,ભીમજીભાઇ જોધાણી,ધનજીભાઇ ભૂવા, હઠુભા જાડેજા,હિતેશ ખંડોર, હરીશભાઈ ભંડેરી, જયંત માધાપરિયા,મીરાશા મૂતવા,મીરખાનભાઈ મૂતવા,દેવેન્દ્ર દાના,ફકીર મામદ,રાયશી,જેમલભાઈ રબારી તેમજ ભુજ તાલુકાના ભાજપ પદાધિકારીએ કાર્યકરો શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ગૌતમ બુચિયા: ભુજ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




