કચ્છ,તા.૮
રાપર તાલુકાના નંદાસર અને રવ નજીક પસાર થતી નર્મદા કેનાલના પુલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. ત્યારે કેનાલ નજીક ડાયવર્ઝન આપીને ગાડીઓ માટે રસ્તો કરાયો છે. પરંતુ કોઈ જાતની તકેદારી કે મજબૂતી ન કરવામાં આવતા આજે માટી ભરેલી ગાડી એક ટ્રકે પલટી મારી હતી. સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી.
સમારકામ ધીમીગતિએ કેનાલ પર પુલનું સમારકામ ધીમી ગતિએ થઈ રહ્યું છે. સમારકામના કારણે અનેક નાના મોટા અકસ્માત સમયાંતરે સર્જાય છે.
કેનાલમાં માટીની ગાડી પલટી જતા અને રાપર તાલુકાને દુષ્કાળનો અધિક માસ સર્જાયો હોય તેવો તાલ સર્જાયો હતો. માટી નર્મદા કેનાલમાં રાપર તાલુકા માટે અનામત રખાયેલા પાણીમાં ભળી ગયું હતું. મુખ્યમંત્રી પાણીની સમસ્યાને પગલે કચ્છ આવી રહ્યા હોવાના કારણે પોતાની ભૂલ સુધારવા નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




