ભુજ કચ્છ: પૂર્વ કચ્છ વનવિભાગના નિવૃત ઓફીસર અંજારના રાણા મહાદેવ આહિર વિરુદ્ધ કરોડોની અપ્રમાણસર મિલ્કત અંગે ગુનો નોંધાયો હતો. પૂર્વ કચ્છ ગાંધીધામ એ.સી.બી.ના પોલિસ સબ ઇન્સપેક્ટર પી.વી. પરગડુએ ખુદ આ અંગે ફરીયાદી બનીને ફરીયાદ નોંધી હતી.જાણવા મળતી પ્રાથમિક માહિતી અનુસાર પોતાની આવક કરતા ૧,૦૫,૪૦,૯૬૯ કરોડની સંપત્તિ પ્રકાશમાં આવી હતી. કરોડોનો રોકાણ કર્યુ હોવાનો ફરીયાદમાં જ ઉલ્લેખ કરવામાં આવેલ છે. પોતાના ફરજ દરમિયાન રાણા આહિરે તા.૦૧/૦૧/૨૦૦૦ થી ૩૧/૦૩/૨૦૧૨ ના સમયગાળામાં પોતાના હોદ્દાથી સત્તાનો દુર ઉપયોગ કરી ભષ્ટ્રાચાર આચરી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અવેજ મેળવી પોતાની આવકના સ્ત્રોત કરતા વધુ અપ્રમાણસરની મિલકતો તથા દેખીતા ખર્ચાઓ પોતાના તથા પરિવારના સભ્યોના નામે રૂ.૧,૯૭,૯૯,૩૨૨નું રોકાણ કરેલ અને આ સમયગાળા દરમિયાન તેઓની કાયદેસરની આવક રૂ.૯૨,૫૮,૩૩૫ હોવાનું જણાતા આવકના પ્રમાણમાં રૂ.૧,૦૫,૪૦,૯૬૯ની અપ્રમાણસર મિલ્કતો વસાવી ઈરાદા પૂર્વક પોતાની જાતને ભ્રષ્ટ પ્રવૃતિમાં સામેલ કરી ગુન્હો કર્યો હતો. આ કેસની વધુ તપાસ ચલાવનાર અધિકારી એમ.ડી.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર પશ્ચિમ કચ્છ એ.સી.બી. ચલાવી રહ્યા છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






