ડુમસ-સુવાંલીમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ
વલસાડ,તા.૧૩
વાયુની અસરના પગલે દરિયા તોફાની બની રહ્યા છે. ત્યારે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. દરિયા કિનારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેના કારણે લોકો દરિયાથી દૂર રહે. કિનારા ઉપર બનાવેલી દુકાનોના છાપરા પણ ઉડ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે વલસાડનો દરિયો ગાંડો તૂર બન્યો હતો. જેના કારણે દરિયો સીમા ઓળંગી રહ્યો છે. દરિયામાં કરંટ રહેતા દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે દરિયા કિનારે પાણી ફરી વળ્યું છે. વાયુની અસરના પગલે તિથલના દરિયા કિનારે સહેલાણીઓને દૂર રાખવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. અને ઠેકઠેકાણે સૂચનાઓના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તિથલના દરિયા કિનારે એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા હોઇ ડુમસ તથા સુંવાલીના દરિયાકિનારે લોકોના જવા પર ૧૪ જૂન સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાનું કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું. જે પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે તેમજ એનડીઆરએફ તૈનાત કરાય છે.
આ ઉપરાંત નવસારીમાં પણ વાતાવરણ બદલાયું. સવારે આઠ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. કાંઠાના વાંસી બોરસી માછીવાડ ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






