૫૪ વેપારીઓ સાથે રૂ.૬૦ લાખની છેતરપીંડી કરી આરોપી ફરાર

0
8

કચ્છ,તા.૧૬
નવી મુંબઈની એપીએમસીના વેપારીઓનો વિશ્વાસ કેળવ્યા બાદ તેમની સાથે લગભગ ૬૦ લાખ રૂપિયાની છેતરપીંડિ કરવાના આરોપસર કચ્છના એક દલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ દલાલ પાસેથી સસ્તામાં માલ ખરીદનાર મલાડના એક કચ્છી વેપારીને ધરપકડ કરી છે. નવી મુંબઈમાં કે, ભરત નામની પેઢી ધરાવતો ભરત રતનશી ચાંદ્રા નામનો દલાલ એપીએમસીના ૫૪ વેપારી સાથે ઠગાઈ કરીને ફરાર થઈ ગયો છે. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર ભરત વેપારીઓ સાથે વેપાર લખાવ્યા બાદ અઠવાડિયામાં જ તેનું ચુકવણું કરી દેતો અને રોજબરોજના વેપારમાં વધારો કરાવતો હતો. ફાસ્ટ પેમેન્ટથી એપીએમસીના વેપારીઓને વિશ્વાસમાં લેનારો આ દલાલ ધીરે ધીરે અઠવાડિયું બાદમાં ૧૫ દિવસ અને પછી મહિનાની મુદ્દત પાડવા લાગ્યો હતો. તે પછી વેપારીઓના પેમેન્ટ અટકવા લાગતા અને ભરતે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા એપીએમસીની અનાજ માર્કેટમાં વેપાર કરતા વિશાલ રતીલાલ શેઠિયાને શંકા ગઈ હતી.
ટ્રાન્સપોર્ટરો આ દલાલ ઉપાડેલો માલ મલાડમાં શ્રી મસાલા એન્ડ ડ્રાયફુડ સ્ટોરમાં આપતા હતા. જેનો માલિક પરેશ લીલાધર ભાનુશાલી હોવાનું તેમણે કહ્યું હતું. જે બાદ અન્ય વેપારીઓને જાણ થઈ હતી કે તેમની સાથે પણ છેતરપીંડિ થઈ છે. હાલ વેપારીઓ સાથે ૬૦ લાખ જેટલા રૂપિયાની છેતરપીંડિ થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે મામલે પોલીસે મલાડના વેપારી પરેશ ભાનુશાલીની ધકપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY