રાજપીપળામાં એક પછી એક ચંદનના ઝાડની ચોરીઓ થયા બાદ ફોરેસ્ટ વિભાગની ઊંઘ ઊડી 

0
438

આખા કેમ્પસ ઉપર નજર રાખવા કેમ્પસમાં નાઈટ વિઝન વાળા હાઈ ડેફિનેશન સી.સી.ટી.વી. કેમેરા લગાડવાનો નિર્ણય  

રાજપીપળા : નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં ઘણા સમય થી ચંદન ચોરોનો આતંક વધ્યો છે, થોડા સમય અગાઉ રાજપીપળાના દરબાર રોડ ઉપર આવેલ મંદિરના કમ્પાઉન્ડ માંથી ચોરો ચંદનનું ઝાડ કાપી લઇ ગયા હતા ત્યાર બાદ રાજપીપળાના વડીયા પેલેસ ખાતે આવેલી ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજા કેમ્પસ માંથી બે ચંદનના ઝાડ કપાયાં હતા અને ફરી 12 માર્ચ 2019 ની રાત્રે રેંજર્સ ફોરેસ્ટ કોલેજ ના કેમ્પસ માંથી ચોરો 20 હજાર ની કિંમત ના ૬ ચંદન ના ઝાડ કાપી ગયા હતા જેની રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જોકે અત્યાર સુધી થયેલી ચંદન ના ઝાડ ની ચોરીમાં પોલીસ ને કોઈ કડી મળી નથી પરંતુ ફોરેસ્ટ કેમપસમાં બે વખત થયેલી આ ચોરી માં અંદરનાજ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા સેવાઈ હતી છતાં કોઈ પગેરું મળ્યું ન હતું ત્યારે આ બાબતે ફોરેસ્ટ વિભાગ ની સિકયુરિટી ઉપર અનેક સવાલો ઉઠ્યા બાદ હવે આ વિભાગની ઊંઘ ઉડી છે

ત્યારે ફોરેસ્ટ વિભાગ હવે સફાળું જાગ્યું છે અને કેમ્પસમાં નાઈટ વિઝન વાળા હાઈ ડેફિનેશન સી.સી.ટી.વી. કેમેરા લગાડવાનો નિર્ણય કર્યો છે જે અંગે રેંજર્સ ફોરેસ્ટ કોલેજ રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉ.જે રમેશે જણાવ્યું હતું કે સમગ્ર કેમ્પસમાં કેમેરા લગાડવામાં આવશે જે નાઈટ વિઝન વાળા હશે અને તેનું રેકોર્ડિંગ કંટ્રોલ રૂમમાં તેમજ અધિકારીઓ પોતાના મોબાઈલમાં લાઈવ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જે અંગે સર્વે પણ થઈ ગયો હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું હતું.ત્યારે જાગ્યા ત્યારથી સવાર ની માફક હવે આ વિભાગ ની ઊંઘ ઉડી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY