મોરબી,તા.૪
મોરબી નજીક આવેલા આમરણ ગામ પાસે મહિલાને પ્રસુતાની પિડા ઉપડતા ૧૦૮ ઇમરજન્સી સેવાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ મહિલાની પ્રસુતાની પીડા વધી જતા ઇમરજન્સી ટીમે સાવચેતીના ભાગ રૂપે ત્રણ જીંદગી બચાવા માટે ૧૦૮માં મહિલાની પ્રસુતા કરાવી હતી. અને મહિલાએ જાડીયા બાળકોને જન્મ આપ્યો હતો.
ફડસરથી મોરબી લઇ આવતા મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા રસ્તામાં જ પ્રસુતિ કરાવી ૧૦૮ની ટીમે એક સાથે ત્રણ જીંદગી બચાવી લીધી હતી. જશુબેન બચુભાઇ જેઠા નામની ૩૫ વર્ષીય મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા મહિલાના પરિવારે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. મહિલાને પ્રસુતા માટે ફડસરથી મોરબી લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન આમરણ ગામમાં ૧૦૮ની ટીમે રસ્તામાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી.
મહિલાએ ફડસરથી મોરબી જતા રસ્તામાં જ આમરણ ગામ નજીક બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. ૧૦૮ની ટીમ દ્વારા મહિલાની પરિસ્થિતીને અનુલક્ષી સમય સુચકતાએ રસ્તામાં જ મહિલાની પ્રસુતિ કરાવી જેમાં મહિલાએ એક બાબો અને એક બેબીને જન્મ આપ્યો હતો. ૧૦૮ ઇમરજન્સીના સ્ટાફની સમય સુચકતાને કારણે ત્રણ જીંદગીનો જીવ બચ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



