કચ્છ,તા.૧૨
કચ્છના નખત્રાણાથી નિરોણા જતા હાઇવે ઉપર અરલ ફાટક પાસે એક મારૂતી વાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. નખત્રાણાના રામનગરીમાં રહેતો પરિવાર બુધવારે બિબ્બર ગામે માતાજીના દર્શનાર્થે જતો હતો ત્યારે અરલ ફાટક પાસે દુર્ઘટના ઘટી હતી. જેમાં વાનમાં સવાર ત્રણ બાળકો અને એક વ્યક્તિ ભડથું થઈ ગયું હતું. જ્યારે કારમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે અન્ય ૮ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
બિબ્બર ખાતે એક જ પરિવારના ૧૨ સભ્યો દર્શનાર્થે જતાં વાનમાં આગ ફાટી નીકળી હતી. જેમાં દાઝેલા ૮ લોકોને પહેલા નખત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટના બાદ નખત્રાણા પોલીસ દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



