કચ્છ જિલ્લાના કોંગ્રેસના અગ્રણી અને જામનગર જિલ્લાના પ્રદેશ પ્રભારી આદમ ચાકી જામનગર ખાતે કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં નવી મુદત માટે જુદી જુદી સમિતિઓની રચના કરવા બાબતે ખાસ ઉપસ્થિત રહયા હતા અને આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા જામનગર જિલ્લાના પ્રભારી સર્વ શ્રીમતિ ચંદ્રીકાબેન ચુડાસમા,આદમભાઇ ચાકી ,દિનેશભાઇ ડાંગર સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયતની અગામી અઢી વર્ષની મુદત માટે વરણી કરવામાં આવનાર નવી સમિતિઓની ચેરમેન તથા સમિતિના સભ્યોની નિમણૂક કરવા બાબતે રજુઆત વખતે ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માંડમ, કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા,ધ્રોલના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા જામનગર જિલ્લા કોગ્રેસના પ્રમુખ જે.ટી.પટેલ.જામનગર જિલ્લા કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા.જામનગર જિલ્લા પંચાયતના સભ્યો સહિત કોગ્રેસના કાર્યકરો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અનેક મુદ્દાઓ ને આવરી લેવાયા હતા અને તેમના નિકાલ માટે ગુજરાત પ્રદેશ પ્રભારી આદમ ચાકી દ્વારા વાચા આપી કોંગ્રેસ સમિતિના સભ્યોએ વિવિધ ક્ષેત્રે કામગીરી કરી પક્ષને મજબૂત કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે શ્રી ચાકી દ્વારા ભુજ તેમજ કચ્છના વિવિધ ભ્રષ્ટાચાર ના મુદ્દાઓ માટે સતત લડત આપી રહયાં છે ત્યારે કમિટીના હોદ્દેદારો દ્વારા તેમના કામગીરીને બિરદાવાઈ હતી
રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





