પોલીસ કમીશ્નરનું જાહેરનામું, જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન પર પ્રતિબંધ

0
22

સુરત,તા.૧૪
જન્મદિવસ દરેક વ્યકિતના માટે ખુબ મહત્વનો હોય છે, પરતું હાલના સમયમાં જન્મદિવસે મિત્રો દ્વારા બર્થ ડે બોયને માર મારવાનો, રસ્તા વચ્ચે ઘસડવાની, કેમિકલ છાંટવા સહિતની ઘટનાઓ બને છે, જેમની એક ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનર સતીશ શર્માએ જાખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે.
આ અંગે એક જાહેરનામુ બહાર પાડી તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શહેરમાં ખાસ કરીને સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જન્મદિવસની ઉજવણીના બહાને જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે તેમજ જાહેર સંપત્તિને નુકસાનકારક રીતે અન્ય વ્યÂક્ત કે એકબીજાના શરીર પર ઉજવણીના નામે સેલો ટેપ લગાવી, કેમિકલ કે અન્ય ફોમ શરીર પર જબરજસ્તીથી લગાવી માર મારવાની ઘટના ધ્યાને આવી છે. આ પ્રકારની હિંસાત્મક અને ક્રૂર ઉજવણીમાં વ્યકિતનું મૃત્યુ નિજપવાની શકીયતા રહેલી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY