કચ્છ,તા.૧૪
કચ્છના મુન્દ્રામાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી ડીઝલની ચોરી થવાની ઘટનાઓમાં વધારો થયો હતો. આ મામલે ૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસ દ્વારા ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મુન્દ્રામાં છેલ્લા ઘણા સમયથી ટ્રકોમાંથી મોટી માત્રામાં ડીઝલની ચોરી થતી હોવાની ફરિયાદ થતી હતી.
આ મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઈ હતી. આ મામલ અંગેની બાતમી મળી હતી. એલસીબીને મળેલી બાતમી આધાતે મિરઝાપર ચોકી ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન એક ગાડીમાંથી પ્લાસ્ટિકના ૧૧ કેરબામાંથી ડીઝલ મળી આવ્યો હતો. પોલીસે ૩૧ હજાર ૮૫૦ રૂપિયાની કિંમતનો ૪૯૦ લીટર ડિઝલ કબ્જા કર્યો છે. આ સાથે જ પોલીસે ૪ આરોપીઓની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે, કચ્છના મુન્દ્રામાં વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાઓ આ પહેલા પણ પ્રકાશમાં આવી છે જેની ફરિયાદને આધારે સ્થાનિક એલસીબી દ્વારા વોચ રાખવામાં આવેલ. જેને પગલે એલસીબીએ વાહન ચેક કરતી વખતે એક ગાડીમાંથી ડીઝલ ભરેલ પ્લાસ્ટીકના ૧૧ કેરબા મળી આવતા પોલીસે કારચાલક સહિત ૩ની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




