ચોરી કરાયેલો જથ્થો વેચવા ભુજ આવતા હતા તે સમયે મિરઝાપર પાસે ૪ ધ્રોબાણા ના રહેવાસીઓ એલસીબીને હાથે લાગ્યા
ભુજ કચ્છ: મુન્દ્રા અદાણી પોર્ટ રોડ ઉપર તેમજ જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોમાંથી ડીઝલ ચોરીની ફરીયાદોને ડામવા માટે પોલીસ વડા એમ.એસ.ભરાડાની સૂચના પ્રમાણે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ચોરી પ્રકરણનો પર્દાફાશ કરીને ૪ ધ્રોબાણાના રહેવાસી શખ્સોને ગતરાત્રે પકડી પાડયા છે.
ડીવાયએસપી જે.એન.પંચાલે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે ગુનાશોધક શાખાના મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રાત્રિના સમયે ફરજ દરમિયાન મિરજાપર પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.જેમાં ધ્રોબાણાના ૧)અબ્દુલ કરીમ દેશર રમજાન સમા(ઉ.વ.૩૬) ૨)મામદ ઈસ્માઈલ સમા(ઉ.વ.૨૮) ૩)ભાણજી ઉર્ફે દાદા અલા રખ્યા સુમરા ૪)અલી ઓસમાણ સમા(ઉ.વ.૨૬) નામના ત્રણ શખ્સોને પકડી લીધા હતા. ટાટા સુમોમાં ૩૫ લીટરની ક્ષમતાવાળા ૧૪ કેરબા જેમાં ૪૯૦ લીટર ડીઝલ મળી આવ્યું હતું. રૂપિયા ૩૧૮૫૦ કિંમતનો ડીઝલ મળી આવ્યો હતો,તેમાં ચાર શખ્સો પાસે કોઈપણ આધાર પુરાવા ન હોવાથી તેમને ૧ લાખના વાહન અને કુલ મુદ્દામાલ સાથે સી.આર.પી.સી ૧૦૨ કલમ મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાર શખ્સોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન ચાર શખ્સોએ તથા મુન્દ્રા તાલુકાના સાડાઉ કાદરશા મામદશા સૈયદ સાથે મળીને ઘણા લાંબા સમયથી અદાણી પોર્ટ રોડ ઉપર તથા આસપાસના વિસ્તારોમાં પાર્ક કરાયેલા ટ્રક,ટ્રેલર,લોડર,ડમ્પર જેવા વાહનોની ટાંકીના ઢાંકણા તોડીને તેમાંથી ડિઝલની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. છેલ્લા દસેક દિવસમાં મુન્દ્રામાં ગઈકાલે જે ૭ ડીઝલ ચોરીના ગુના નોંધાયા છે,તે તમામ આ શખ્સોએ કર્યા હોવાનું કબૂલાત કરી હતી.જુદાજુદા સાત કેસમાં ૯૫૦ લીટર ડીઝલ ચોરી કર્યાની ફરિયાદ આ તમામ સામે નોંધાઈ છે. કાદરશા ડીઝલ ચોરી કરીને ચાર શખ્સોને સસ્તામાં ડીઝલ વહેંચી દેતો હતો.ચોરી થયેલા ડીઝલનો જથ્થો સીમ વિસ્તારમાં છુપાવીને રાખતા હતા.ચોરી કરેલો જથ્થો વેચવા ભુજ આવતા હતા તે દરમિયાન પકડાઈ ગયા હતા.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




