કચ્છ પ્રાથમિક શિક્ષણ વિભાગનો પ્રથમ વખત પ્રસંશનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરાયો:યાકુબભાઈ મુતવા

0
436

ભુજ કચ્છ: પચ્છમ યુવા પરિષદ,નખત્રાણા શિક્ષણ પરિષદ અને ઉડાન(જનવિકાસ સંસ્થા)ના ઉપક્રમે બી.આર.સી ભવન ભુજ ખાતે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા અને ખાવડા (ભુજ)ના સી.આર.સી.,શિક્ષકો,શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો,શિક્ષણના આગેવાનો અને મૌલાનાઓનો સન્માન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યુ. કાર્યક્રમની શરૂઆત જનવિકાસ સંસ્થાના જાનીસાર શેખ દ્વારા જનવિકાસના કાર્યો તેમજ અનુભવો અને આજના કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે વાત રજૂ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સંજયભાઈ પરમાર દ્વારા વહીવટીતંત્રના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રયાસો વિશે વાત રજૂ કરવામાં આવી હતી અને આ પ્રયાસોમાં સ્થાનિક સમુદાયની સહભાગીતાથી કાર્યોને ખૂબ જ વેગ મળેલ છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર દ્વારા આવનાર મહિનામાં વિષય શિક્ષકોની ભરતી,નવા વર્ગખંડો અને દર અઠવાડિયે બાળકોના યુનિટ ટેસ્ટની પણ વાત કરી હતી સાથે સાથે બાળકો નિયમિત શાળાએ આવે,વાલીઓ બાળકોનો ધ્યાન રાખી અને નિયમિત શાળાએ મોકલે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.નખત્રાણા બી.આર.સી. દ્વારા શિક્ષણની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે વાત રજૂ કરવામાં આવી હતી.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ભુજ અને નખત્રાણાના મહેશભાઈ પરમાર દ્વારા ભુજમાં કાર્ય શરૂઆતના સમયમાં જ પ્રશ્નો,સમસ્યા અને અનુભવો વિશે વાત કરવામાં આવી તેમજ આજે પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો જે શરૂઆતમાં આવ્યા આવતા હતા તે ખૂબ જ ઓછા અને નહિવત થઈ ગયા છે અને નહિવત થયા એના માટે ઘણી મહેનત તેમજ સમસ્યાના નિરાકરણો આવેલા હોવાનું જણાવ્યું હતું.આ બધાનો શ્રેય તેમણે તેમની શિક્ષણની ટીમના સી.આર.સી.,શિક્ષકના ભાઈઓ અને બહેનોને આપ્યો હતો.તેમજ ભુજ અને નખત્રાણાના જે કાંઈ પણ પ્રશ્નો,સમસ્યા હોય તો કોઈ પણ વ્યક્તિ મારો સીધો સંપર્ક કરે અને હું ચોક્કસ તે સમસ્યા નિરાકરણ લાવવા માટે મદદરૂપ થઈશ તેવી બાંહેધરી આપી હતી.મૌલાનાઓ દ્વારા બાળકોના નિયમિતાના પ્રશ્નો બાબતે લીધેલ આગેવાનીને સરાહવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ડો.રાધવજી(GCERT સંશોધન અને સાહિત્ય રીડર) દ્વારા વાત રજૂ કરતા તેમણે બાળકો માટે તંત્ર જરૂરી પગલાં લઈ રહ્યું છે.પણ આ પગલામાં શિક્ષકો,વાલીઓ અને સમિતિના સભ્યોને પણ ખભેથી ખભા મિલાવીને ધ્યાન રાખવાની જરૂર છે.બાળકોના ભવિષ્ય માટે આપણે બધું જ કરી છૂટવાનું છે અને ભવિષ્ય સુધારવા માટેનો એક મહત્વનો વિકલ્પ શિક્ષણ છે. ડો.રાધવજીએ શિક્ષકોના કાર્યોની પ્રશંસા કરી અને આગળ પણ આવી જ રીતે કામ કરવા માટેના હકારાત્મક દિશામાં આગળી ચીંધી હતી. સાથોસાથ કચ્છની ખમીરવંતી પ્રજાના પણ વખાણ કર્યા હતા. શિક્ષણની આ પહેલ અને લોકોની શિક્ષણમાં ચિંતા જોઈ ખુશ થયા સાથે કન્યા શિક્ષણ પર ખૂબ જ ભાર મુક્યો.રિઝવાનભાઈ DIET દ્વારા કન્યા શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.પ્રીતિબેન લોકવાણી સંસ્થા દ્વારા ટ્રેનનો ઉદાહરણ દ્વારા પહેલો વાલીઓનો ડબ્બો,બીજો બાળકોનો ડબ્બો અને ત્રીજો શિક્ષકો અને તંત્રનો ડબ્બો જો આ લોકો સમન્વય કરશે તો ગાડી ખૂબ જ ઝડપથી વેગવંતી આગળ વધશે તેવી વાત રજૂ કરવામાં આવી હતી.

શિક્ષણ ક્ષેત્રે સક્રિય એવા યાકુબભાઈ મુતવાએ પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું હતું કે ૭ મહિના પહેલા અમે શિક્ષણના કામો માટે આંદોલનો કરવા પડતા હતા,ભૂખ હડતાળ ધરણા ચકા જામ જેવા અનેક આંદોલનો કરવા પડતા હતા પણ મહેશ પરમારની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિભાગમાં આંદોલનો વગર જ કામ થાય છે.પ્રથમ વખત શિક્ષણ શાખાનું આભાર વ્યક્ત કરવાનું મન થાય છે.શિક્ષણને લગતા પ્રશ્નો માટે હવે RTI કરવી પડતી નથી અને અમારા સીધા કામો અધિકારીઓ દ્વારા થઈ રહ્યા છે.તેમ જણાવતા કહ્યું હતું કે અમને આ બાબતો અગે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

સમગ્ર કાર્યક્રમમાં ખાવડા(ભુજ) અને નખત્રાણા તાલુકાના ૧૩૬ શિક્ષક,સી.આર.સી.,એજ્યુકેશન લીડર,એસ.એમ.સી. સભ્યો અને મૌલાનાનો સન્માન કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ૨૬૦ લોકો સહભાગી બન્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમર શેરમામદ સમા દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર પચ્છમ યુવા પરિષદ,નખત્રાણા શિક્ષણ પરિષદના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ગૌતમ બુચિયા
૯૭૧૪૦૬૫૪૦૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY