
ભુજ કચ્છ: ભીમાસર રવેચી પાટીયા વાડી વિસ્તારમાંથી પ્રોહીબિશનનો સફળ કેસ કરી પ્રોહિબિશનના આરોપી સાથે પરત હાઈવે તરફ આવતા એક ઈસમ સરકારી પોલીસની ગાડી જોઈને ભાગવા લાગતા જેના હાથમાં બંદુક જેવું હથિયાર જોવા મળતા જ તાત્કાલિક ગાડી ઉભી રાખી પોલીસ સ્ટાફના માણસોએ પીછો કરીને તેને કોર્ડન કરી તહોદાર દિનમામદ ઈસ્માઈલ હીંગોરજા (ઉ.વ. ૪૨,રહે. ટગા તા.રાપરવાળા)ને દબોચી લીધો હતો.તેના કબજામાંથી દેશી હાથ બનાવટની બંદુક નંગ એક કિંમત રૂ.૨૦૦૦ તથા લોખંડના છરા તેમજ એલ્યુમિનિયમ જેવી ધાતુની ડબ્બીમાં રાખેલ ગન પાઉડર કિ.રૂ.૧૦૦ મળી કુલ રૂ.૨૧૦૦નો મુદ્દામાલ સાથે પકડી સરાહનીય કામગીરી કરી હતી . આ કામગીરીમાં પોલીસ પીઆઇ જે.બી.ચૌધરી,હેડ કોન્સ્ટબલ સમીતભાઈ ડાભી,શૈલેષભાઈ વસરામભાઈ ચૌધરી,રાજેશભાઈ જીવણભાઈ રાઠોડ,રાકેશભાઈ પટેલ,ભાણજીભાઈ પ્રજાપતિ, એસએસઆઈ પીરમામદ લાલમામદ સાથે જોડાયા હતા .
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




