ભરૂચ દહેજ રોડ પર આવેલી મનુબર ચોકડી પાસે સાઈનબોર્ડ તૂટી પડતાં નાસભાગ મચી જવા પામી.

0
224

ભરૂચ દહેજને જોડતાં રોડ પર શહેરોનું અંતર બતાવતા સાઈન બોર્ડ સાંજના અચાનક તૂટી પડતા ટ્રાફીક જામ થઈ ગયો હતો.જેના કારણે ત્યાંથી અવર જવર કરતા મુસાફરો અને કંપનીના કર્મચારી ઓ ટ્રાફિકમાં અટવાયા હતાં.

સોમવારની સાંજના મનુબર ચોકડી પાસે એક વજન વાળું સાઈનબોર્ડ ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રક પર તૂટી પડતાં
નાસભાગ મચી હતી.ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક ક્રેઈન દ્વારા ટ્રકની ઉપર પડેલા બોર્ડને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેના કારણે ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે,અહીંયાંથી હજારો લોકો નોકરી ધંધા અર્થે મુસાફરી કરતા હોય છે.ત્યારે અચાનક તૂટી પડેલા ભારે બોર્ડના કારણે જો કોઈ નાના વાહન ચાલક પર પડયુ હોત તો મોટી જાનહાની થઈ હોવાનું નકારી કઢાય નહીં.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY