કચ્છને અસરગ્રસ્ત જાહેર કરો નખત્રાણા તાલુકામાં ઘાસકાર્ડ મળે છે, પણ ઘાસચારો મળતો નથી

0
1284

કચ્છ,તા.૧૭
અબડાસા મત વિસ્તારનો સમૃદ્ધ ગણાતો તાલુકો એટલે નખત્રાણા. આ વર્ષે ચોમાસું સાવ નિષ્ફળ ગયું છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો તાલુકો જા ચોમાસું સારું જાય તો આર્થિક રીતે વધુ સક્ષમ બને અને જા નબળું જાય તો ન ખમી શકાય તેવી મુશ્કેલી ફરજિયાત ભોગવવી પડે. આ વર્ષે ચોમાસું સાવ નિષ્ફળ ગયું છે. અબોલ જીવો માટે ઘાસચારાની સ્થિતિ વિકટ બની છે. તાલુકામાં નાના-મોટા મળી ૧,૬૩,૧૪૩ અબોલ જીવો છે. જે વર્ષ ૨૦૧૨ની ગણતરીએ છે. ત્યારબાદ તેમાં વધારો પણ થયો છે. વળી, પશુપાલન માટે વિખ્યાત નાની બન્ની વિસ્તાર પણ આ જ તાલુકામાં આવ્યો છે. ચાલુ વર્ષે પંથકમાં માત્ર ૭૦ મિ.મી વરસાદ થયો છે. ઘાસના તણખલા માટે માલધારીઓ તેમનું પશુધન લઈ રીતસર રખડી રહ્યા છે. બીજી તરફ તંત્ર કાગળ ઉપર પણ ઘાસની જરૂરિયાતને પહોંચી શકતું નથી, પરિણામે ટૂંક સમયમાં જ હિજરતનો દોર શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે.
૧૩ ડેપો ખુલ્યા બાદ ૪૮,૨૧,૬૦૦ કિ.ગ્રા.ની જરૂરિયાત સામે માત્ર ૨,૨૩,૪૮૫ કિ.ગ્રા. જ ઘાસ મળ્યું છે! વહીવટી તંત્રે અહીં ૧૩ ઘાસડેપો ખોલી દીધા. તા. ૭-૯ સુધીમાં ૮૦૩૬ કાર્ડ પણ ઈસ્યુ કરી દીધા છે, પરંતુ કાર્ડ દીઠ માત્ર ૨૦ કિલોગ્રામની મર્યાદામાં અપાતો જથ્થો પણ આપી શક્યુ નથી. કાર્ડ પર માત્ર પાંચ પશુઓ માટે ૨૦ કિલોગ્રામની મર્યાદામાં ઘાસ મળે છે. એટલું ઘાસ આમ તો પૂરતું નથી જ કારણ કે, પશુઓને રોજ ૧૫ કિલો ખોરાક જાઈએ. પાંચ કરતા વધું પશુ ધરાવતા માલધારીઓએ તો વધારાના પશુ માટે બજારમાંથી ચારો ખરીદવો જ પડે છે. અહીં ખાટલે મોટી ખોડ એ છે કે, ૨૦ કિલોગ્રામનો નિયત કરેલો જથ્થો પણ નસીબ નથી થતો. બીજી તરફ પશુઓ માટે પીવાનાં પાણીની પણ મુશ્કેલી મોં ફાડીને ઊભી છે. ચારે તરફથી ઘેરાયેલા માલધારીઓ માટે પરિસ્થિતિ જોયે તો જોયે કહાં? જેવી થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

  • TAGS

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY