નન રેપ કેસઃ આરોપી બિશપે પોપને લખ્યો પત્ર, ‘થોડા સમય માટે પદ છોડવા માંગુ છું’

0
19

ન્યુ દિલ્હી,તા.૧૭
કેરળમાં નન રેપ કેસના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલે પોપ ફ્રાન્સિસને પત્ર લખ્યો છે. રવિવારે મોકલેલા આ પત્રમાં બિશપે પદની જવાબદારીઓથી થોડા સમય માટે મુક્ત થવાની મંજૂરી માંગી હતી. કારણ કે આ તપાસની કાર્યવાહી અંતર્ગત તેમને અનેક વખત કેરળ જવું પડી શકે છે. આ પત્ર ભારતમાં પોપના પ્રતિનિધિને સોંપી દીધો છે.
કેરળના નન રેપ કેસમાં આરોપી બિશપે છેલ્લા સપ્તાહમાં એક સર્કુલર રજૂ કરીને પ્રશાસનિક જવાબદારીઓ બીજા પાદરીને સોંપી દીધી હતી. આ સર્કુલરમાં બિશપે કહ્યુ્ં હતું કે, મારી ગેરહાજરીમાં મેથ્યુ કોંક્કંડમ ડાયસીસ પાદરીનું દાયીત્વ સંભાળશે.
બિશપે દાવો કર્યો છે કે, આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે તેમની સામે પુરાવા ભેગા કર્યા છે. જેમાં અનેક વિરોધાભાસ છે. તેણે વધુમા લખ્યું હતું કે, “હું બધું જ ભગવાનના હાથમાં છોડી દીધું છે. આરોપીની તપાસ કરનારી ટીમના રિપોર્ટની રાહ જાઇ રહ્યો છું. બિશપને ૧૯ ડિસેમ્બરના કેરળ પોલીસની તપાસ ટીમ સામે રજૂ થવાનો છે.”
તાજેતરમાં જ નને ન્યાય માટે વેટિકનને તત્કાલ હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. જલંધર બિશપ ફ્રેકો મુલક્કલને પણ હટાવવાની માંગણી કરી છે નને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, છેવટે ચર્ચની સચ્ચાઇ ઉપર પોતાની આંખો કેમ બંધ કરીને રાખી છે?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY