કચ્છ,તા.૨૦
છેલ્લાં એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા સતત નોંધાઇ રહ્યાં છે. વહેલી સવારે એક જ દિવસમાં ભૂકંપની ચાર આંચકા નોંધાયા છે. ભચાઉ નજીક ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપર અને ભચાઉથી ૧૯ કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. રાત્રે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે.
કચ્છમાં રાત્રે ૩.૦૦ કલાકે ૩.૩ રિક્ટર સ્કેલ, સવારે ૩ઃ૨૩ વાગ્યે ૧.૪ રિક્ટર સ્કેલ અને સવારે ૬ઃ૨૧ વાગ્યે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપની આંચકો નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં પણ ૧.૯ની તીવ્રતાનો ભૂકંપની એક આંચકો નોંધાયો છે. દૂધઇ પાસે પણ ૧.૭ની તીવ્રતાવો આંચકો નોંધાયો. એટલે કે એક જ દિવસમાં ભૂકંપના પાંચ આંચકા નોંધાયા છે.
ગુજરાતમાં મંગળવારે એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા હતા. રાજ્યના અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. જો કે ભૂકંપના તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી કોઇ મોટી નુકસાનીના સમાચાર કયાંયથી પણ નથી. પરંતુ લોકોમાં ફફડાટ ચોક્કસ ફેલાઇ ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



