ભુજ કચ્છ: ગુજરાત રાજયના પૂર્વ મહેસુલ મંત્રી તથા કચ્છના સર્વ માન્ય લોક નેતાની ૪૩મી પૂણ્યતિથિ પ્રસંગે શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કરની કચ્છ તેમજ ગુજરાત રાજયની તેમની અનન્ય સેવાઓને શ્રધ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો.પ્રારંભમાં શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠકકર મેમો.ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદેએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.

ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ચૌથાણીએ અતિથિ વિશેષ પ્રભાકરભાઈ ધોળકિયા પૂર્વ ચીફ ઈલેકશન કમિશ્નર,ગુજરાત રાજયનું ફુલહારથી સન્માન કર્યું હતું. જયારે હિરેન સચદેએ કાર્યક્રમના પ્રમુખ જયંતીભાઈ જોષી “શબાબ” નું ફુલહારથી સન્માન કર્યુ હતું.
ત્યાર બાદ અતિથિ વિશેષ તથા પ્રમુખ ઉપરાંત ,નગર પાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, પુષ્પદાનભાઈ ગઢવી, શિવદાસભાઈ પટેલ, શીવજીભાઈ આહીર, ડૉ.કાંતિભાઈ ગોર , મોહનભાઈ શાહ,જોરાવરસિંહ રાઠોડ,મહેશભાઈ ઠકકર,દર્શક બુચ ,ઝવેરીલાલ સોનેજી,વી . આર. મહેતા,કિરણભાઈ ગણાત્રા,હિતેષ સી. ઠકકર,એમ.એસ. જથ્થમ તથા અનવરભાઈ નોડે વગેરે આગેવાનોએ શ્રી પ્રેમજીભાઈની પ્રતિમા તથા તૈલચિત્રને ફૂલહાર અપર્ણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી.
અતિથિ વિશેષ પ્રભાકરભાઈ ધોળકીયાના વરદ્હસ્તે કમ્પ્યુટર ઈન્જિનીયરીંગમાં અભ્યાસ કરતી વૃન્દા કિશોરભાઈ સોમેશ્વરને રૂ . ૧૧ ,૦૦૦ ની શ્રી પ્રેમજીભાઈ ઠકકર મેમોરિયલ સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી. સંસ્કૃત – પ્રબોધ – બોલચાલ પરીક્ષા માટે ૩૧ બાળકોની પ્રવેશ ફીની રકમ વિભાકરભાઈ અંતાણીને અર્પણ કરવામાં આવી હતી.
પ્રભાકરભાઈએ તેમના મંત્રમુગ્ધ પ્રવચનમાં જણાવ્યું હતું કે , અંજારનો ભૂકંપ,ભુજની જળ હોનારત,અમદાવાદના કોમી રમખાણ વગેરે કુદરત સર્જીત તથા માનવ સર્જીત સમસ્યાઓ વખતે બચાવ,રાહત તથા પુનર્વસન માટે શ્રી પ્રેમજીભાઈએ જે અનન્ય યોગદાન આપેલ તેને લોકો આજે પણ યાદ કરે છે.૧૯૬૮ના દારૂણ દુકાળ વખતે કચ્છની હઝારો ગાયોને કચ્છથી રાજપીપળા પહોંચાડવા માટેના સ્થળાંતરનો કાર્યક્રમ તેમજ ૧૦ મહિના પછી ગાયોને હેમખેમ કચ્છ પહોંચાડવાની વ્યવસ્થા, પશુપાલકો આજે પણ યાદ કરે છે.વિચક્ષણ,પ્રતિભા સંપન્ન, વિવેકી તથા તલસ્પર્શુ અભ્યાસી તરીકે શ્રી પ્રેમજીભાઈનું વ્યકિતત્વ એમને મુઠી ઉંચેરા અગ્રણી બનાવે છે.અંત્યત વ્યસ્તતાઓ વચ્ચે પણ કચ્છની સમસ્યાઓ અને કચ્છી માડુ માટે તેઓ સમય ફાળવતા હતા.તેમનામાં ઉંડી સાહિત્ય સુઝ પણ હતી.કચ્છની સાથે સાથે સમગ્ર રાજયએ તેમના નિધનથી આજ દિવસ સુધી ન પુરાય તેવી ખોટ અનુભવી છે.
કાર્યક્રમના પ્રમુખજયંતીભાઈ જોષી ‘શબાબ’ એ જણાવેલ કે શ્રી પ્રેમજીભાઈએ હંમેશા નાના માણસોની ફિકર કરી,સંબંધોના સરવાળા કર્યા હતા નિરર્થક મુદ્દાઓ પર ખોટી ચર્ચાઓ કરી સમય વ્યતિત ન કરતાં,યોગ્ય કાર્યો તુરંત હાથ ધરવા તેમજ તેમનો ઉકેલ કરવો એ શ્રી પ્રેમજીભાઈના જીવનનો સંદેશ છે.
ઉર્મિશભાઈ સચદેએ સૌનો આભાર માન્યો હતો.કાજલબેન ઠકકરે કુશળતાપૂર્વક કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.હિરેન સચદે તથા હસુ ઠકકર વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





