નર્મદાના નીર આપતી પાઈપ લાઈનમા ભંગાણ, હજારો લીટર પાણીનો વ્યય

0
5

રાજકોટ,તા.૯
એક તરફ કોટડાસાંગાણી તાલુકામાં પાણીની અછતથી લોકો તોબા પોંકારી ઉઠ્યા છે, તો બીજી તરફ આ વિસ્તારના કુવા અને બોરના જળ સ્તર નીચા જતા રહ્યા હોવાથી લોકો ફક્ત નર્મદાના નીર પર જ નીર્ભર રહી ગયા છે. ત્યારે આજે જાણે કોટડાસાંગાણીની કઠણાઈ બેઠી હોઈ તેમ ગોંડલ ભાવનગર બાયપાસ રીંગરોડની કામગીરી વખતે ખોખડદડ નજીક હિટાચી મશીનના કારણે કોઠારીયા પમ્પીંગ સ્ટેશનની પાઈપ લાઈન તુટી જતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હતો.
આ ભંગાણ સર્જાવાથી લોકોને નર્મદા નીર મળવાના બંધ થયા છે. એક તરફ સરકાર છેવાડાના લોકોને પણ નર્મદા નીર મહી રહે તે માટે સતત બેઠકો યોજી વિવિધ યોજનાઓ બનાવી રહી છે, ત્યારે આજે પાઈપ લાઈન રોડના કોન્ટ્રાક્ટરી બેદરકારીના કારણે તુટતા કોટડા જુથના ગામડાઓને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. ત્રણ દિવસ પૂર્વે જ તંત્ર દ્રારા કોટડા જુથને પુરતા પ્રમાણમાં નર્મદાનું નીર આપવામાં ન આવતા તાલુકાના સરપંચો રાત્રે એક કલાકે પમ્પીંગ સ્ટેશને દોડી જઈ ઉગ્ર રજુઆત કરી નર્મદા નીર શરૂ કરાવ્યા હતા, પરંતુ ફરી આ બાયપાસ રોડની કામગીરી વખતે લાઈનમા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ભંગાણ સર્જાતા આ વિસ્તારના લોકોને પાણી મળવાનુ બંધ થતા લોકોમા ભારે દેકારો બોલી ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY