ભુજ કચ્છ: આજરોજ ભુજ શહેર અનુસૂચિતજાતિ બીજેપી મોરચા દ્વારા ભારતના પ્રથમ શિક્ષિકા માં સાવિત્રીબાઈ ફૂલે ૧૮૭ મી જન્મજયંતી નિમિત્તે શાળા નંબર ૧૨ માં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓમાં જાગૃતિ લાવવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને સાથોસાથ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યો હતો.કાનજી આર.ગરવા(ઉપપ્રમુખ ભુજ શહેર અનુસુચિત જાતિ બીજેપી મોરચો),કીરણભાઈ ગોરી(મંત્રી ભુજ શહેર અનુસુચિત જાતિ બીજેપી મોરચો),શૈલેષ કે. ધેડા (ભુજ શહેર અનુસુચિત જાતિ બીજેપી મોરચો),ભુજની શાળા નંબર ૧૨ પ્રિન્સિપાલ,શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની જેહમત શાળા ન.૧૨ ના શિક્ષકોએ ઉઠાવી હતી.
કિરણભાઈ ગોરીએ જંગ એ ગુજરાત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા અનુસૂચિત જાતિ સમાજમાં જાગૃતિ આવે છે, આવા કાર્યક્રમોથી પ્રેરાઈને સમાજને આવા વધુને વધુ કાર્યક્રમો કરવા જોઈએ અને સમાજના મહાપુરુષોની વિચારધારા તમામ વ્યક્તિઓ સુધી પહોંચાડવા આવે.
સાવિત્રીબાઈ ફૂલે જન્મ ૩ જાન્યુઆરી ૧૮૩૧ના રોજ મહારાષ્ટ્ર ના નાયગાંવ ખાતે થયો હતો.સાવિત્રીબાઈના લગ્ન ૯ વર્ષની વયે ભાવિ સુધારક જ્યોતિબા ફૂલે સાથે થયા હતા.તેમના લગ્ન પછી જ્યોતિબા ફુલે તેમને ભણાવ્યા એટલું જ નહિ પરંતુ ૧૮૪૮માં જ્યોતિબા ફૂલે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્તિ કરી હતી.પણ તે સમયમાં શિક્ષકા સાવિત્રીબાઈની સફર આસાન ન હતી.આ સંઘર્ષયાત્રાએ સાવિત્રીબાઈને સુધારક બનાવ્યા.શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો “જાઓ જાકર પઢો લીખો,મહેનતી બનો,આત્મનિર્ભર બનો તેમનું સૂત્ર હતું.દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરુ કરવા સાથે બાલિકાઓ માટે ૧૮ જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા.૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ જ્યોતિબા ફૂલેએ સ્થાપેલા “સત્યશોધક સમાજ”માં તેઓએ મહિલા પાંખના વડા તરીકે શોષણમુક્ત સમાજની દિશામાં મહત્વપૂર્ણ જવાબદારી અદા કરી હતી.પુનાની યુનિવર્સિટીને સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી નામ અપાયું તેમની યાદમાં ટપાલટિકિટ પણ બહાર પડી હતી.તેમનું અવસાન પ્લેગ રોગના રોગીઓની સેવા કરતા તેમને ચેપ લાગતા ૧૦ માર્ચ ૧૮૯૭ ના રોજ પુણે ખાતે અવસાન થયું હતું.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




