પાલનપુર સ્થિત નવસર્જન હાઈસ્કૂલનો દ્વિદશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

0
24

સંજીવકુમાર એડીટોરિયમમાં કાર્યક્રમ યોજાયો
સુરત, તા.૫
નવસર્જન સંકુલ પા.જકાતનાકા પાસે આવેલ ગુજરાતી-હિન્દી-અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે દ્વિદશાબ્દી મહોત્સવનું આયોજન સંજીવની અોડીટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. નવસર્જન એટલે વિદ્યાર્થીનું સર્જન કરનારી શાળા છે. સ્થાપના કાળથી જ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને તેમનો ઉચ્ચ વિકાસ થાય તેવા સંકલ્પના પરિપાકરૂપે કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. આ શાળાએ સ્થાપના કાળથી જ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને આજે ૨૦ વર્ષમાં વિશાળ, મહાકાય વટવૃક્ષ બની ગયું છે. શાળાના દરેક વિદ્યાર્થીઅોને શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક પ્રવૃત્તિથી બહોળો વિકાસ કરવાના ઉદ્દેશ હતો અને તેને સફળ બનાવી શાળાએ શિક્ષણ જગતમાં તેમનું બહોળુ નામ રોશન કયુ છે. આ શાળા સમયની સાથે સાથે તાલ મિલાવી ઘણાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં ફાળો પ્રદાન કયો* છે અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ શાળામાંથી શિસ્ત સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ હોદ્દાઓ અને કાર્યશૈલી પર બિરાજેલ છે અને દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા સફળ બન્યા છે આ આવી દીર્ધ દૃષ્ટિના કાર્યને શાળાના સમગ્ર વાલી મિત્રો બિરદાવતા આવ્યા છે. આ શાળામાં આધુનિકરણની સાથે સાથે તાલ મિલાવી સુધારા વધારા કરી ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY