પશ્ચિમ કચ્છ જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.કે.જયસ્વાલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના ભુજ વિભાગ-ભુજનાઓ દ્વારા દારૂ તથા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોસ્ટેના પો.હેડ કોન્સ. કુલદીપસિંહ વિ.જાડેજા,પો.કોન્સ. સુરેન્દ્રસિંહ વિ.ઝાલા,પો.કોન્સ. દીલીપસિંહ વાઘેલા,પો.કોન્સ. યશપાલસિંહ વિ. ગોહિલનાઓ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે નાડાપા ગામના તળાવની પાળ પાસે આવેલ બાવળોની ઝાડીમાં અમુક ઇશમો જાહેરમા રૂપિયાની હારજીતનો જુગાર રમે છે જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા અમુક ઇશમો ગોળ કુંડાળુ વળી પત્તા વળે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોય જેમા (૧)ધનજી ગોપાલ ગાગલ (૨)રમેશ ભગુભાઈ ડાંગર તથા (૩)કરમણ ભગુભાઈ માતા રહે. ત્રણેય નાડાપા, તા.ભુજ વાળાને કુલ રોકડા રૂપીયા-૧૭૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. તેમજ (૪) સુજા જીવા રબારી, (૫) લાલજી વાલજી ચાડ (૬) સુનીલ માવજી માતા (૭) રમેશ આલા કાગી (૮) અબ્દુલ જુમા મણકા એમ પાંચ ઈસમો રેઇડ દરમ્યાન નાશી ગયેલ હોય જેથી ઉપરોક્ત તમામ ઇશમો વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી નાસી છુટેલ ઇશમોને પકડાવાની તજવીજ હાથ ધરેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






